Posted by: Janak Gajera on: 03/01/12
Janak Gajera
jkgajera@yahoo.com
કોઇને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે,
થાકેલા છે બધા છતા, લોકો ચાલતા જાય છે.
કોઇકને સામે રુપિયા તો કોઇકને ડોલર દેખાય છે
તમેજ કહો મિત્રો શું આનેજ જીંદગી કહેવાય
...બદલતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછશે કે સંસ્ક્રુતિ કોને કહેવાય છે?
એક વાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મુંજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લઇએ, મને સમય હજુય બાકી દેખાય છે.
-------------------------
આવ નહીં, આદર નહીં, નહીં નૈનન મેં નેહ
તે ઘર કદી ન જાઈએ, ભલે કંચન બરસે મેહ
------------------------
કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?
- કૈલાસ પંડિત
| surat3856.wordpress.com |
| 66/100 |
Theme: Albeo by Design Disease.
Recent Comment