ડાયમંડ એટલે માત્ર સુરત જ : નરેન્દ્ર મોદી

હીરા-ઝવેરાતથી ઝગમગતા અબજોના જવેલરી સ્ટોલ કરતાં સ્પાર્કલની બહાર ઊભા કરાયેલા હસ્તકલાના કારીગરોના ‘આર્ટિઝન વિલેજ’ને અદકેરું મહત્વ આપતા મુખ્યમંત્રી

સ્પાર્કલ-૨૦૧૧ એટલે સુરતના ડાયમંડની ઓળખ વિશ્વમાં ઊભી કરવાનો પ્રયાસ…માટે જ જ્યારે ડાયમંડની વાત આવે ત્યારે વચ્ચે સુરત સ્ટેશનનું સરનામું નહિ માત્ર ને માત્ર સુરત જ આવવું જોઇએ. જોકે, તેમ કરવા માટે કલ્ચર એપ્રોચ અને બ્રાન્ડનેમની આવશ્યકતા છે ત્યારે સુરત અને સ્પાર્કલનું દાયિત્ય બને છે કે સુરતના ડાયમંડને બ્રાન્ડનેમ આપો. કેમકે આજે વિશ્વમાં બિઝનેસની સૌથી મોટી કોઈ તાકાત હોય તો તે બ્રાન્ડનેમની છે તેવો લલકાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પાર્કલ-૨૦૧૧ને ખુલ્લું મુકતા કર્યો હતો.

 

Taken from Divya Bhasker

સુરત ને શાગરવાનું ચાલુ, કારણ કે…..

લગભગ ૫૦ વર્ષ થવા આવ્યા ગુજરાત મહારાષ્ટ્ર હતું  એને પણ હવે તો ગુજરાત જ છે.

બસ આ ખુશી માં અત્યારે સુરત ના દરેક પુલ પર રોશની નો સરસ શણગાર સજાવી રહવાયો છે. રસ્તાઓ સાફ  થઇ રહા છે. સુરતમાં  એક અનેરું વાતવરણ ઉપસી આવતું લાગે છે. જો કે સુરત તો પહેલેથી સુદેર સ્વસ્થ અને શાંતિ ભરું શહેર છે. અને હવે સુરત મેગા city તરફ વળતું હોય આવું નથી લાગતું ? આ નવા પુલો નું નિર્માણ, નવું હવાઈ મથક, city બસ ની શરૂઆત અને આવું તો બીજું ધણું

જો કઈ ભૂલ હોય તો ધ્યાન દોરવા વિનતી

ટીનેજર્સમાં આપધાતનું વધેલું પ્રમાણ : ડીપ્રેશન કે લાગણીઓના આધાત ?

ટીનેજર્સમાં આપધાતનું વધેલું પ્રમાણ : ડીપ્રેશન કે લાગણીઓના આધાત ?

Taken From Divya Bhasker

રાખડી સાંજે ૫.૧૫ પછી જ બંધાશે

rakhadiભદ્રા યોગના કારણે શુભ કાર્યોકરવા પર નિષેધ

આ વર્ષે ભદ્રા યોગને કારણે ૫ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર સાંજે ૫.૧૫ સુધી ઊજવી શકાશે નહી. બ્રાહ્મણો પણ આ યોગમાં જનોઈ બદલી નહીં શકે. કારણ કે આ સમયે શુભ કાર્યોકરી શકાતાં નથી. આ દિવસે સાંજે ૫.૧૫ કલાકથી ભદ્રા યોગના અંતિમ ચરણ શરૂ થયા પછી જ આ કાર્યોકરી શકાશે.

આ ઉપરાંત બે પૂનમ અને બીજા દિવસે ગુરુવારે ચંદ્રગ્રહણ છે, પરંતુ આ માંધ(છાયા) ગ્રહણ હોવાથી તેને પાળવાનું નથી. ગયા વર્ષે પણ ભદ્રાના કારણે રક્ષાબંધનનો સમય બપોર પછીનો રહ્યો હતો.

ભદ્રા યોગ : મંગળવારના દિવસે વિષ્ટિ કરણથી ભદ્રા યોગ રચાતો હોય છે. આ યોગમાં શુભ કાર્યોકરી શકાતા નથી.

ગ્રંથો અનુસાર શુભ કાર્ય નહીં થઇ શકે

પંડિત દેવવ્રત કશ્યપે કહ્યું હતું કે ધર્મસિંધુ અને નિર્ણયસાગર ગ્રંથમાં દર્શાવ્યા મજબ પ ઓગસ્ટના રોજ સવારે ૪ કલાકે શ્રવણ નક્ષત્રમાં વિષ્ટિ કરણને કારણે રચાતા ભદ્રા યોગમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાતા નથી. જેને લીધે બહેનો ભાઈને સાંજે ૫.૧૫ સુધી રાખડી બાંધી શકશે નહીં, ત્યારબાદ બાંધી શકાશે. આ ઉપરાંત સવારે ૪ કલાકે ઉદય તિથિ પૂનમ બેસતા જ ભદ્રા યોગ રચાય છે. આથી બપોર સુધી રાખડી પણ નહીં બંધાય અને જનોઈ પણ બદલી ન શકાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મકર રાશિમાં રહેતી કલ્યાણી નામની ભદ્રા લક્ષ્મી આપનારી હોવાથી સાધના માટે ઉત્તમ મનાય છે.

યજુર્વેદી સિવાયના બ્રાહ્મણો ગુરુવારે જનોઇ બદલી શકે

જયોતિષી નયનભાઈએ જણાવ્યું હતું કે જનોઈ બદલવા માટે ભદ્રા યોગ નડતરરૂપ નથી પરંતુ આ સમયે શુભકાર્ય કરી શકાતાં ન હોવાથી જનોઈ બદલાતી નથી. બીજું કે ૫ ઓગસ્ટના રોજ બુધવારે વ્રતની પૂનમને દિવસે સાંજે ૫.૧૫ પછી અને ગુરુવારે પણ પૂનમ હોવાથી તે દિવસે બપોરે ૧.૪૧ સુધી જનોઈ બદલી શકાય છે. આ ઉપરાંત બુધવારી પૂનમે યજુર્વેદી બ્રાહ્મણો માટેજનોઈ બદલવાનું મહત્ત્વ છે, બાકીના બ્રાહ્મણો ગુરુવારે જનોઈ બદલે તો પણ ચાલે.

ચંદ્રગ્રહણનું કોઇ અસર નથી

જયોતિષી કર્દમ દવેએ જણાવ્યું હતું કે બુધવારે ભદ્રા યોગ સાંજે ૫.૧૫ પછી પૂરછના ભાગે આવે છે. આ સમય પછી જ કોઈપણ શુભ કાર્ય કરી શકાય. જયારે ૬ઓગસ્ટના રોજ ગુરુવારે થનાર ચંદ્રગ્રહણ માંધ(છાયા) ગ્રહણ છે એટલે પાળવાનું હોતું નથી. બુધવારે સાંજે ૫થી ગુરુવારે બપોર સુધી રાખડી બાંધી શકાશે અને જનોઈ સૂર્યદેવની ઉપસ્થિતિમાં બદલવાની હોય છે. ગયા વર્ષે પણ ચૌદશની રાત્રિએ પૂનમ શરૂ થતી હતી અને વિષ્ટિને કારણે રક્ષાબંધન ઉજવાઈ ન હતી.

Teken From Divyabhaskar.co.in