Google Data Center

કહેવાય છે કે જો ગૂગલ તમને શોધી ન શકે તો સમજવું કે તમારું આ દુનિયામાં અસ્તિત્વ નથી, કારણ કે આજે પિન ટુ પિયાનો નહીં પરંતુ પીઝા શોપથી માંડી ન્યૂક્લિયર બોમ્બ સુધીની માહિતી માટે ‘ગૂગલ દેવતા’નો સહારો લીધા વિના છૂટકો નથી રહ્યો. જ્યારે આખી દુનિયા ગૂગલ પર આધારિત થઈ ગઈ છે તેવામાં જે ગૂગલને જીવતું રાખે છે તેવાં ડેટા સેન્ટર્સને પણ ભુલાય તેમ નથી.

ઈન્ટરનેટના યુગમાં કેવી રીતે પ્રેગ્નન્ટ થવાય તેની માહિતી પણ ગૂગલ ઉપર શોધવામાં આવે છે. માનવામાં નહીં આવે પરંતુ સૌથી વધારે લોકો આ વિશેની માહિતી મેળવવા ગૂગલ પર ફાંફાં માર્યા કરે છે. જમીન કો ખોદ કે ને આસમાન કો ફાડકે ઢૂંઢ નિકાલૂંગા તેવા આ ફિલ્મી ડાયલોગને દરેક માહિતી શોધીને સાચો સાબિત કરી આપતાં ગૂગલ સર્ચ એન્જિનની મુલાકાત લેવાનું આજનો એકેય ઈન્ટરનેટ યુઝર ટાળી શકે તેમ નથી. નાની ડિરેક્ટરી વેબસાઈટથી ચાલુ થયેલી આ વેબસાઈટ આજે મહાસર્ચ એન્જિન બની બહાર આવ્યું છે. સર્ચ એન્જિનની છાપ છોડી ગૂગલે એટલા પ્રોજેક્ટ બનાવ્યા છે જે માનવીની પ્રાથમિક જરૃરિયાતોમાં પણ ઉપયોગી નીવડી શકે છે. વેલ, તેમ છતાં ગૂગલ નામ પડે એટલે આપણા માટે તો કંઈ પણ શોધવાનો સસ્તો અને સરળ રસ્તો જ કહેવાય.

Google.com ઓપન કરતાં જ એકદમ સીધું અને સાદું ગૂગલના રંગબેરંગી લોગોવાળું હોમપેજ ખૂલે છે. ત્યારે મનમાં એવી ભાવના પેદા થાય કે કેટલું સરળ પેજ બનાવ્યું છે અને કદાચ આ માટે તો ગૂગલને બેક એન્ડમાં સર્વર, હાર્ડવેર કે અન્ય કોઈ માટે વધુ ખર્ચ નહીં કરવો પડતો હોય. જો તમારા મનમાં આવા પ્રકારની કોઈ પણ ભાવના આવતી હોય તો તદ્દન ખોટી છે, કારણ કે આ માટે ગૂગલને થતો ખર્ચ અને સેટઅપ કદાચ તમારી કલ્પના બહારનો છે. ગૂગલના દરેક ઓનલાઈન પ્રોજેક્ટ માટે અને ખાસ કરીને તેના સર્ચ એન્જિનને ધપાવતું રાખવા માટે ધરખમ રીતે આખી દુનિયામાં તેમ જ વિશાળ જગ્યામાં સેટ કરવામાં આવ્યાં છે ડેટા સેન્ટર્સ અને તેના કારણે જ ગૂગલ જીવતું રહે છે સદંતર અને ફાસ્ટ.

ડેટા સેન્ટર એ એક કમ્પ્યુટર સર્વર્સના કાફલાની જગ્યા છે જ્યાં સેંકડો સર્વર વિશાળ પ્રમાણમાં સેટ કરાયેલાં હોય છે. જેમાં ગૂગલનો દરેક ડેટા સેવ તેમ જ ટ્રાન્સફર થતો હોય છે. ગૂગલની વેબસાઈટ પર આવતી અવિરત વિઝિટ્સને યોગ્ય રીતે લોડ બેલેન્સ કરીને વિના અટકે ધગધગતું રાખવાની જવાબદારી આ સર્વર્સના શિરે હોય છે. બસ, તો આજે વાત માંડીએ ગૂગલને લોકો સુધી પહોંચાડનાર તેમ જ તેનામાં જીવ રેડનાર ડેટા સેન્ટર્સની.

ડેટા સેન્ટર એટલે શું?

સીધી સરળ ભાષામાં વાત કરીએ તો ડેટા સેન્ટર એટલે કમ્પ્યુટર સર્વર્સનો અડ્ડો. જ્યાં સેંકડો કમ્પ્યુટર નહીં પરંતુ સર્વર્સને એક જ જગ્યાએ મૂકવામાં આવે છે તેમ જ તેને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. હજ્જારોની સંખ્યામાં કમ્પ્યુટર ૨૪ x ૭ ચાલુ રાખવા માટે અવિરત વીજળીની જરૃરિયાત રહે છે. ડેટા સેન્ટર્સમાં દરેક સર્વર એકબીજાથી જોડાયેલાં હોય છે તેમ જ પોતાની મુજબ ડેટાનો સ્ટોરેજ કરી રાખે છે તેમ જ માહિતીનું વિતરણ કરવામાં સરળતા અને ઝડપનો ખ્યાલ રાખે છે. વિશાળ કૂલિંગ ટાવર્સ પણ ઊભાં કરવામાં આવે છે. ડેટા સેન્ટરમાં ડેટાની સુરક્ષાને લઈને કોઈ પણ વિનાશકારી ઘટનાથી બચવા માટેનું વાતાવરણ પણ ઊભું કરવામાં આવે છે.

ગૂગલનું ડેટા સેન્ટર સખત રીતે ગોપનીય હોય છે, કારણ કે?

ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે ગૂગલનાં ડેટા સેન્ટર હોય છે અને હોય છે તો ક્યાં આવેલાં છે? ગૂગલ માને છે કે તેના ડેટા સેન્ટરનું ઓપરેશન તેમ જ સેટઅપ અન્ય સ્પર્ધકો માટે ફાયદાકારક બની શકે છે. હા, કારણ કે વેબસાઈટની સ્પીડ તેમ જ ડેટા ડિલિવરી તમારા સર્વરના સેટઅપ તેમ જ ઓપરેશન ઉપર જ નિર્ધારિત રહેલી છે. કંપની માને છે કે સર્વરનો વીજ વપરાશ અને તેના કદની જાણકારી સ્પર્ધકો માટે ફાયદાકારક નીવડી શકે છે. ગુપ્તતા જાળવવા ગૂગલ તેના ડેટા સેન્ટર્સના પ્રોજેક્ટ માટે ખાસ કરીને Limited Liability Corporations (LLCs) પરમિશન લેતાં હોય છે જે ગૂગલના નામનો ઉલ્લેખ ન કરી Lapis LLC (ઉત્તર કેરોલિના) અથવા Tetra LLC (લોવા) તરીકે જાણીતું હોય છે.

કેટલાં સર્વર્સથી ચાલે છે ગૂગલની ગાડી?

આમ તો કોઈ ચોક્કસપણે નથી જાણતું કે ગૂગલ કેટલાં સર્વર્સ ધરાવે છે. પરંતુ તેમ છતાં અમુક જાણકારી મુજબ પૂરા વિશ્વમાં ૧૫થી વધુ જેટલાં વિશાળ ડેટા સેન્ટર્સ ઊભાં કરી ૧૦,૦૦,૦૦૦થી પણ વધુ સર્વરની ફોજ ગૂગલે સંપૂર્ણ વિશ્વમાં ફેલાવી દીધી છે. જેમાં સમગ્ર શહેરો મુજબ સર્વર્સનો ફેલાવો કરવામાં આવેલો છે. જેમાં સૌથી વધુ કાર્યરત ડેટા સેન્ટર અમેરિકાના ધ ડલાસ શહેરમાં કોલમ્બિયા નદી કિનારે આવેલું ‘પ્રોજેક્ટ ૦૨’ છે.

ક્યાં વસેલાં છે ગૂગલ સર્વર્સનાં ગામ?

અમેરિકામાં ૧૨ ભવ્ય વિશાળ ડેટા સેન્ટર્સ આવેલાં છે અને અન્ય યુરોપ, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમ જેવા દેશોમાં છે. અમેરિકામાં ધ ડલાસ, એટલાન્ટા, ર્વિજનિયા, લિનયોર, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના તેમ જ ર્જ્યોજિયા જેવાં શહેરોમાં સૌથી મોટાં ડેટા સેન્ટર્સ આવેલાં છે. જ્યારે અન્ય શહેરોની વાત કરીએ તો  પેરિસ, લંડન, હોંગકોંગ, બેઈજિંગ, ટોકિયો, મોસ્કો, ઝ્યુરિચ (સ્વિત્ઝરલેન્ડ), ફ્રેન્કફર્ટ (જર્મની), ર્બિલન (જર્મની) જેવાં શહેરોમાં પણ સર્વર્સનો અડ્ડો જમાવેલો છે.

કેટલાં વિશાળ હોય છે ડેટા સેન્ટર્સ?

જો કે ગૂગલ તેના ડેટા સેન્ટરની વિશાળતા ક્યારેય જાહેર નથી કરતું. તેમ છતાં મળેલ માહિતી અનુસાર ડલાઝસ્થિત ડેટા સેન્ટર ૬૮,૬૮૦ ચો.ફૂટની એવાં ત્રણ બિલ્ડિંગ્સ ખડેપગ ઊભાં છે. જેમાં ૨૦,૦૦૦ ચો.ફૂટ એડમિનિસ્ટ્રેશન, ૧૬,૦૦૦ ચો.ફૂટ કર્મચારીઓનાં કામકાજ માટે તેમ જ ૧૮,૦૦૦ ચો.ફૂટ કૂલિંગ ટાવર્સ માટે ફાળવાયેલી છે. જ્યારે લિનયોર અને નોર્થ કેરોલિનામાં આવેલા શહેરમાં અનુક્રમે ૧,૩૯,૭૯૭ અને ૩,૩૭,૦૦૮ ચો.ફૂટનો વિસ્તાર ધરાવે છે. જે ગૂગલને અંદાજે ૬૭ કરોડમાં પડયું છે એમ કહેવાય છે.

ડેટા સેન્ટર્સ પાછળ કેટલો ખર્ચ?

વર્ષ ૨૦૦૭માં ગૂગલના ડેટા સેન્ટરને લગતાં દરેક પ્રોજેક્ટ માટે અંદાજે રૃ.૨૭ અબજનો માતબર ખર્ચ થાય છે. જેમાં બે બિલ્ડિંગના બાંધકામ, ઓપરેશન કોસ્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટીઝ, કમ્પ્યુટર્સ વગેરેનો સમાવેશ થાય છે. ગૂગલના અનુસાર વર્ષ ૨૦૦૬માં ડેટા સેન્ટર પાછળનો ખર્ચ રૃ.૯૦ અબજ જેટલો થયો હતો જ્યારે વર્ષ ૨૦૦૭માં રૃ.૯૮ અબજનો ખર્ચ ગૂગલે ભોગવ્યો હતો.

Source : Sandesh 22/09/2010

-

ગૂગલ અને ગુજરાતી

<a href=’http://ads.indiainfo.com/www/delivery/ck.php?n=a7aed65a’ target=’_blank’><img src=’http://ads.indiainfo.com/www/delivery/avw.php?zoneid=110&n=a7aed65a’ border=’0′ alt=” /></a>

CYBER-SAFARતમને યાદ હશે કે અહીં એક વાર આપણે ઇન્ટરનેટને ગુજરાતીમાં કઈ રીતે પૂછી શકાય કે ‘કેમ છે?’ એની વિગતવાર ચર્ચા કરી હતી. યુનિકોડ આવ્યા પછી આ કામ પ્રમાણમાં ઘણું સહેલું થઈ ગયું હતું અને એટલે તો ગુજરાતીમાં બ્લોગ્સની સંખ્યા, છપાઈ છપાઈને પુસ્તકાલયોમાં ખડકાતાં પુસ્તકોને શરમાવે એ ઝડપે વધી રહી છે. હવે આ કામ ગૂગલે હજી વધુ સહેલું બનાવી દીધું છે.

થોડું પુનરાવર્તન કરીએ તો, તમારા કમ્પ્યૂટરમાં કે ઇન્ટરનેટ પર ગુજરાતીમાં ટાઈપ કરવાના મુખ્ય બે રસ્તા છે – એક તો ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિકસે નિિશ્ચત કરેલા કી-બોર્ડ અને તેને સપોર્ટ કરતા સોફટવેરની મદદથી, અથવા તો ટ્રાન્સલિટરેશનની પદ્ધતિથી, એટલે કે ઇંગ્િલશમાં લખો અને ગુજરાતીમાં દેખાય એ રીતે. ડીઓઇના કીબોર્ડવાળી રીત થોડી લાંબી પ્રોસિજરવાળી છે. જોકે એ સાઇન્ટિફિક છે અને ગુજરાતીમાં ઝાઝું લખવાનું રહેતું હોય તો વધુ સારી છે, પણ છે શેરબજાર જેવી – સારું વળતર મેળવવા ધીરજ ધર્યા વિના છૂટકો નહીં. જયારે ટ્રાન્સલિટરેશનમાં કોઈ કડાકૂટ નથી. ટાઇપ કરો, કોપી કરો, જયાં જોઈએ ત્યાં પેસ્ટ કરો એટલે વાત પૂરી!

સંખ્યાબંધ વાચકમિત્રોના મેઇલ કે ઓકૂર્ટ જેવી સાઇટ પર નજર ફેરવતાં સમજાય કે ઇંગ્િલશ આલ્ફાબેટનો ઉપયોગ કરીને મનની વાત ગુજરાતીમાં વહેતી મૂકવામાં તો સૌ કોઈને હવે જબરી ફાવટ આવી ગઈ છે. યુએસ સ્થિત વિશાલ મોણપરાએ (‘કળશ’ના નિયમિત વાચકો હવે એમને સુપેરે ઓળખે છે) આ રીતે ઇંગ્િલશ લખીને ગુજરાતીમાં પરિણામ આપતું ટાઇપપેડ વિકસાવ્યું છે અને એ ઓફલાઇન પણ ઉપયોગમાં લઈ શકાય તેવું છે.

હવે ગૂગલે પણ આમાં ઝંપલાવ્યું છે. આમ તો ગૂગલે બે વર્ષ પહેલાં હિન્દી ભાષા સાથે આ સેવાની શરૂઆત કરી હતી અને પછી તેમાં ભાષા ઉમેરાતી ગઈ. લાંબી રાહ જોવડાવ્યા બાદ, ગયા મહિને આપણી ગુજરાતીનો પણ તેમાં વારો આવી ગયો છે. હવે તમારે ગુજરાતીમાં લખવા માટે આટલું જ કરવાનું છે: http://www.google.com/transliterate/indic/Gujarati પર જઈને, ગુજરાતીની લિંક પર કિલક કરી, આપેલા બોકસમાં બેધડક ઇંગ્લિશમાં ગુજરાતી ટાઇપ કરવા માંડો.

તમે શબ્દ લખવાની શરૂઆત કરશો ત્યારે એ ઇંગ્લિશમાં જ દેખાશે, પણ શબ્દ પૂરો કરીને સ્પેસબાર દબાવશો એટલે એ જ શબ્દ ગુજરાતી લિપિમાં ફેરવાઈ જશે. એટલું યાદ રાખજો કે અહીં માત્ર લિપિ ફેરવાય છે, અર્થ નહીં (ટ્રાન્સલિટરેશન પછી ગુજરાતીમાં ટ્રાન્સલેશન – અનુવાદની સુવિધા પણ આવી રહી છે). તમે લખેલો શબ્દ યોગ્ય રીતે ગુજરાતીમાં ફેરવાયો ન હોય એવું બની શકે છે (‘ણ’ અને ‘ન’ પ્રકારના ભેદ શરૂઆતમાં તકલીફ આપશે).

તો એ જ શબ્દ પર માઉસના લેફટ બટનથી કિલક કરો. તરત નીચે, એ પ્રકારના બીજા શબ્દોની યાદી દેખાશે. એમાં યોગ્ય શબ્દ પસંદ કરો અથવા એડિટનો વિકલ્પ પસંદ કરો એટલે સંભવિત વિકલ્પ અને સ્વર-વ્યંજન સહિત આખો કક્કો ધરાવતું બોકસ ખૂલશે, તેમાંથી ચાહો તે રીતે શબ્દ સુધારી લો. ગૂગલની મજા એ છે કે એક વાર તમે શબ્દ સુધારી લેશો, પછી એ બીજી વાર ભૂલ નહીં કરે (માણસ કરતાં સ્માર્ટ છે!). જોકે વિકિપિડીયા મુજબ, ભારતમાં ૧,૬૫૨ ભાષા છે, ગૂગલે ઘણા વધુ સ્માર્ટ થવું પડશે!

Teken From Divyabhasker

ગૂગલ ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ: માઈક્રોસોફટ માટે નવો માથાનો દુખાવો?

google-chromeસર્ચ જાયન્ટ ગૂગલ હવે ઓપરેટિંગ સ્સિટમ લોન્ચ કરવા જઈ રહ્યું છે! દુનિયાભરના ડેસ્કટોપ, લેપટોપ, પામ ટોપ કે બીજા કોઇ પણ કમ્પ્યૂટર પર માઈક્રોસોફટની ઓપરેટિંગ સિસ્ટમ ‘વિન્ડોઝ’ રીતસરનું રાજ કરે છે.

બીજી બાજુ ઇન્ટરનેટ જગતમાં ગૂગલનું સામ્રાજય અજાણ્યું નથી. અત્યાર સુધી બન્ને બળિયાઓના ક્ષેત્રો નોખાં હતા. હવે બન્નેની ટક્કર ઓપરેટિંગ સિસ્ટમ મુદ્દે થવા જઈ રહી છે. ગયા વર્ષે ગૂગલે સર્ચ એન્જિન ‘ક્રોમ’ લોન્ચ કર્યું હતું. હવે ‘ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ’ આવી રહી છે. ગૂગલના કહેવા પ્રમાણે સસ્તાં લેપટોપ માટે તેઓ આ ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી રહ્યાં છે. તેનો ઉપયોગ ડેસ્કટોપમાં પણ થઈ શકશે.

ગૂગલનું કહેવું છે કે અત્યાર સુધીની ઓપરેટિંગ સિસ્ટમ્સ ઇન્ટરનેટ યુગ પહેલાંની હતી એટલે જૂનવાણી હતી.નિષ્ણાતોના મતે ગૂગલની આ નિ:શુલ્ક ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફટને ભારે પડી શકે છે! થોડા સમય પહેલાં માઈક્રોસોફટે ‘બિંગ’ નામે સર્ચ એન્જિન લોન્ચ કર્યું છે.

આ પહેલા માઇક્રોસોફટ ‘વિન્ડોઝ લાઇવ’ નામે સર્ચ એન્જિન લાવ્યું હતું. નેટ વલ્ર્ડમાં બંનો ખાસ કંઈ ગજ વાગ્યો નથી તે અલગ વાત છે. ચાલુ વર્ષે માઇક્રોસોફટ ‘વિન્ડોઝ’ને આધુનિક શસ્ત્ર-સજજા સાથે લોન્ચ કરવાની જાહેરાત કરી ચૂકી છે. જોકે ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ ૨૦૧૦ના મઘ્યમાં આવવાની છે. ત્યાં સુધી માઈક્રોસોફટ પાસે આ ‘સાઈબર વોર’ માટે તૈયારી કરવાનો સમય છે!

મોબાઈલ, લેપટોપમાં કલાકો સુધી ચાલે તેવી બેટરી શોધાઈ

betteryસંશોધકોએ ત્રિપરિમાણિક અને વધુ છીદ્રો ધરાવતા સિલિકોનના વિશેષ પ્રકારના સ્તર બનાવ્યા

કલ્પના કરો કે તમારા મોબાઈલ કે લેપટોપની બેટરી ચાર્જ કર્યા બાદ કલાકો સુધી સતત ચાલતી જ રહે તો? આ કલ્પના હવે ટૂંક સમયમાં હકીકતમાં ફેરવાય તેવી શકયતા છે, કારણ કે વૈજ્ઞાનિકોએ એક એવી બેટરી તૈયાર કરી છે જે એક વખત ચાર્જ કર્યા બાદ ખૂબ લાંબા સમય સુધી ચાલી શકે છે.

કોરિયાની સંશોધક ટીમે બેટરીમાં ગ્રેફાઈટ એનોડ માટે નવું મટિરિયલ વિકસાવ્યું છે જેનાથી લિથિયમ બેટરીની કાર્યક્ષમતા અનેકગણી વધી જાય છે. કોરિયાની હેન્યાંગ યુનિવર્સિટીની સંશોધક ટીમે ત્રિપરિમાણિક અને ખૂબ જ વધારે છીદ્રો ધરાવતું સિલિકોનનું ખાસ માળખું તૈયાર કર્યું છે.

સંશોધકોએ જણાવ્યા અનુસાર લિથિયમ બેટરીમાં કેથોડ(ધન આયન) હોય છે જે લિથિયમ કોબાલ્ટ ઓકસાઈડ જેવા મેટલ ઓકસાઈડમાંથી બને છે જયારે એનોડ(ઋણ આયન) હોય છે જે ગ્રેફાઈટમાંથી બને છે. આ બેટરી ચાર્જ થતી હોય છે ત્યારે લિથિયમ આયન એનોડમાં જતા રહે છે અને ગ્રેફાઈટના સ્તર વચ્ચે સંગ્રહિત થાય છે. ત્યારબાદ બેટરીનું ચાર્જિંગ પૂરું થઈ જાય ત્યારે આ આયન ફરી કેથોડમાં આવી જાય છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે સિલિકોન એક વૈકિલ્પક તરીકે ગણી શકાય, પરંતુ તેમાં સમસ્યા એ છે કે જયારે આ બેટરીને ચાર્જમાં મૂકવામાં આવે ત્યારે ઘણા લિથિયમ આયન ખેંચે છે, પરંતુ ચાર્જિંગમાંથી દૂર કરીએ એટલે સંકોચાઈ જાય છે. આ ઉપરાંત થોડો સમય સિલિકોન બેટરી ઉપયોગ થયા બાદ તેના સ્તર ખરાબ થઈ જતા હોવાથી બદલવી પડે છે. નવી વિકસાવાયેલી બેટરીમાં આ બાબતનું ખાસ ઘ્યાન રાખવામાં આવ્યું છે.

બ્લેક બેરી કંઈક તો ખાસ

અમેરિકાના રાષ્ટ્રપતિપદ પર બિરાજેલ બરાક ઓબામાનું બ્લેકબેરી ફેવરેટ છે. બ્લેકબેરી છે શું અને તેની ખાસયિત કઈ કઈ છે, એની જાણકારી આપી રહ્યું છે ટેક્નોટોક.

બ્લેકબેરી શું?

Black berryઆ એક પ્રકારની વાયરલેસ હેન્ડલ્ડ ડિવાઇસ છે. ઓરિજનલ બ્લેકબેરી ડિવાઈસનું મોનોક્રોમ ડિસ્પ્લે છે. સૌથી પહેલા બ્લેકબેરી ૧૯૯૯માં એક ટૂ-વે પેજરના રૂપમાં ઇન્ટ્રોડયુસ થયું હતું. આજે તેને સ્માર્ટ ફોન બ્લેકબેરી કહેવામાં આવે છે, જેની મદદથી તમે ઇ-મેલ, મોબાઈલ ટેલિફોન, ટેકસટ મૈસેજીંગ, ઇન્ટરનેટ ફૈકિસંગ, વેબ બ્રાઉસિંગ જેવી વાયરલેસ ઇન્ફોરમેશન સર્વિસસિનો લાભ લઈ શકો છો.

આ કન્વરજેન્ટ ડિવાઇસનું એક રૂપ છે. એને કેનેડાની રિસર્ચ એન્ડ મોશન (આરઆઇએમ) કંપનીએ તૈયાર કર્યું છે, જેના દ્વારા મોબાઇલ ફોન સેવા કંપનીઓ વાયરલેસ ડેટા નેટવર્ક દ્વારા સૂચનાઓની આપ-લે કરે છે. આરઆઇએમ હાલમાં નોન બ્લેકબેરી ડિવાઇસ ઉપર પણ બ્લેકબેરી ઇ-મેઇલ સર્વિસની સગવડ કરાવી રહી છે.

ફીચર્સ

બ્લેકબેરીમાં પીડીએ એપ્લિકેશંસ (જેમાં એડ્રેસ બુક, કેલેન્ડર, ટુ-ડૂ લિસ્ટ વગેરે છે)ની સાથે નવા મોડલ્સમાં ટેલિફોનની સગવડ પણ છે. બ્લેકબેરીની સૌથી મોટી ખાસયિત એ છે કે તમે કયાંય પણ કયારેય પણ તેના વાયરલેસ નેટવર્ક દ્વારા ઇમેલ ચેક કરી શકો છો. એમાં એક બિલ્ડ-ઇન કવેર્ટી કી-બોર્ડ છે, જેમાં ફકત અંગૂઠાથી જ ટાઇપ કરી શકાય છે.

મોડલ્સ

બ્લેકબેરી પર્લ-૮૧૩૦
તેના પહેલા પેજર મોડલ્સ : ૮૫૦, ૮૫૭, ૯૫૦, ૯૫૭
મોનોક્રોમ જાવા – બેસ્ટ મોડલ્સ : ૫૦૦૦ અને ૬૦૦૦ સિંરીજના મોડલ્સ
ફસ્ર્ટ કલર મોડલ્સ : ૭૨૦૦, ૭૫૦૦, ૭૭૦૦ સિંરીજ
ફસ્ર્ટ શ્યોર ટાઇપ ફોન મોડલ્સ : ૭૧૦૦ સિંરીજ
મોડર્ન બ્લેકબેરી મોડલ્સ : ૮૦૦૦ સિંરીજ જેમાં બ્લેકબેરી ૮૮૦૦, બ્લેકબેરી પર્લ અને બ્લેકબેરી કર્વ પણ છે,
લેટેસ્ટ બ્લેકબેરી મોડલ : બોલ્ડ અથવા ૯૦૦૦ સિંરીજ
બ્લેકબેરી કિકસ્ટાર્ટ, જાવેલિન (૮૯૦૦)
બ્લેકબેરી સ્ટ્રોમ (૯૫૦૦)
ઓપરેટીંગ સસ્ટિમ
બ્લેકબેરી ૭૨૫૦ આરઆઇએમ બ્લેકબેરીને એક મિલ્ટ-ટાસ્કિંગ ઓપરેટિંગ સસ્ટિમ (ઓએસ)ની સગવડ પ્રદાન કરે છે.

વિશેષતા

બ્લેકબેરી સૌથી વધુ પસંદ કરાય છે. તેની મોડલ ડિવાઇસ અને ઓરલ કમ્યુનિકેશન શ્રેષ્ઠ છે. આ એક પોર્ટેબલ ટેકનોલોજી છે, જે યૂઝર્સને બીજા સાથે કમ્યૂનિકેટ કરવાની ઉત્તમ સગવડ આપે છે, તે યૂઝર્સને પિકચર્સ, ઇ-મેલ્સ, ટેકસ્ટ, વીડિયો જેવી ઇન્ફોર્મેશન ઓછા સમયમાં શેર કરવાની સુવિધા આપે છે.

Bhaskar News, Ahmedabad