આઝાદી પછી

આઝાદી પછી પણ ત્રીસેક વર્ષ સુધી સુરત વડોદરા પછીના ત્રીજા સ્થાને આવતું. ૧૯૮૦ના દાયકામાં, પહેલા કાપડ ઉદ્યોગ અને પછી હીરા ઉદ્યોગના વીજવેગી વિકાસ ને લીધે આજે સુરત ગુજરાતનું જ નહિ પણ ભારતનું સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું શહેર છે. સુરતનો ટુંક સમયમાં ઘણા મોટા પાયે વિકાસ થયો પણ તેની સામે શહેરી સરકારી સેવાઓ ઘણી અવિકસિત રહી હતી. એને લીધે સુરત લગભગ આખા ભારતનું ગંદામાં ગંદુ શહેર બની રહ્યું હતું.પરંતુએસ.આર.રાવ ના આગમન બાદ સુરતની કાયા પલટાઇ ગઇ. સુરત આજે ભારતનું બીજા નબરનું સ્વચ્છ શહેર છે.

Leave a comment