મકરસક્રાંતિનો સંપૂર્ણ મહિનો ફળદાયી

૧૪મી મકરસંક્રાંતિ, ૧૬મીએ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, ૧૭મીએ હસ્ત નક્ષત્ર, ૨૧, ૨૫ અને ૨૬મી એ સર્વાર્થ સિદ્ધિ યોગ

kites૧૪મી જાન્યુઆરીએ આખો દેશ જયારે મકર સંક્રાન્તિ ઊજવશે ત્યારે યોગાનુયોગે આ જ દિવસે સંકટ ચતુર્થી પણ છે. છેલ્લાં ૧૯ વર્ષ પછી પહેલી વખત બનતો આ યોગ હવે આવનારાં પચાસ વર્ષ બાદ બનવાનો છે. આ જાન્યુઆરીનું છેલ્લું પખવાડિયું દરેક ઉત્તમ કાર્યો માટે ખાસ કરીને ખરીદી કરવા માટે શુભ મુહૂર્ત લઈને આવી રહ્યું છે.

વિદ્વાન જયોતિષીઓના મતાનુસાર આ દિવસોમાં જે કોઈ કામકાજનો આરંભ કરવામાં આવે તે સ્થાયી અને ફળદાયી નીવડે. ૧૪મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ અને ૩૧મી જાન્યુઆરીએ વસંત પંચમીની વરચેના સમયમાં મહાચતુર્થીએ સર્વાર્થ સિઘ્ધિયોગ, દ્વિપુષ્કર યોગ, ષટ્તલા એકાદશી, દ્વાદશી તેમજ સોમવતી અમાસે વિશેષ ફળદાયી યોગોનો સંયોગ બને છે.

સૂર્યની ઉત્તરાયણમાં ગતિની સાથેજ શુભ કાર્યોનો આરંભ થઈ જશે. મકરસંક્રાંતિએ કરવામાં આવેલાં શુભ કાર્યોનું ફળ વસંત પંચમી અને અક્ષય તૃતીયા જેવું મળશે. આ દિવસો દરમિયાન સોના, ચાંદી તેમજ જમીન જેવી ખરીદી ખુબ જ શુભ બની રહે છે.

જયોતિષી મુકેશભાઈ રાવલ (મહેસાણા)ના જણાવ્યા અનુસાર મકરસંક્રાંતિના દિવસે સંકટ ચતુર્થી પણ છે જે મહિલાઓ માટે મહત્ત્વપૂર્ણ છે. આ પ્રકારનો સંયોગ ૧૯ વર્ષ પછી આવ્યો છે અને હવે ૫૦ વર્ષ પછી આવશે.

સંયોગ અને ખરીદી માટેનાં શુભ યોગ

જયોતિષી કર્દમ દેવેએ જણાવેલા મુહૂર્ત અનુસાર નીચે મુજબના યોગો શુભ છે.

૧૪ જાન્યુઆરી…..મકરસંક્રાંતિ, તલ ચતુર્થી અને બુધવારનો સંયોગ
૨૧ જાન્યુઆરી…..અમૃત સિદ્ધિ યોગ
૨૬ જાન્યુઆરી…..સોમવતી અમાસ
૩૧ જાન્યુઆરી…..વસંત પંચમી : સોનું
૭ ફેબ્રુઆરી…….શનિ પ્રદોષ
૮ ફેબ્રુઆરી…….ગુરુ પુષ્યનો સંયોગ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s