સુરતી લોચો

સુરતી લોચો બનાવવાની રીત દેશગુજરાતને એટલા બધા વાંચકોએ પૂછી છે કે અમે તેની રીત ઝડપથી અહીં રજૂ ન કરીએ તો અમારો જ લોચો થઈ જાય. એટલાન્ટા(અમેરિકા)થી નેહાબહેને, દિલ્હીથી નલીનીબેન પરીખે, મુંબઈથી દેવયાનીબહેને, કનેક્ટીકટ(અમેરિકા)થી ભાવિનીબહેન મિસ્ત્રીએ, મુંબઈથી બકુલેશભાઈ મહેતાએ, અમદાવાદથી અપૂર્વા શાહે, પ્રિતેન પટેલે, અને સુરતથી સેજલબહેને લોચાની રીત દેશગુજરાતને પૂછી છે.લોચો એ ગુજરાતની સૌથી સ્વાદિષ્ટ ચટપટી ખાવાની ચીજો પૈકીની એક ચીજ છે. લોચો બનાવવાની બેઝીક રીત તો એક સરખી જ છે પરંતુ હોંશિયાર ગૃહિણી તેના પર કેટલું શું ભભરાવે છે અને ચાખીને સ્વાદ નક્કી કરીને પીરસે છે તેના પર છેવટની પ્રોડક્ટ નિર્ભર રહે છે.અહીં ખાસ અપીલ કરવાની કે દેશગુજરાતના ખાસ તો સુરતી વાંચકો આ રીતમાં કશુંક ઉમેરી શકે કે સજેશન કરી શકે તો કોમેન્ટ સેક્શન હાજર છે.

સામગ્રી: ચણાની દાળ: ૧ વાડકી, ચણાનો લોટ: ૧ ચમચી, ક્રશ કરેલું લીલું મરચું: ૧ ચમચી, મીઠું: સ્વાદ અનુસાર, હળદર: ચપટી, પાણી: જરૂર મુજબ, ખાવાનો સોડા બાયકાર્બ અથવા ફ્રૂટ સોલ્ટ: પા ચમચી, ખમણનો ટુકડો: એક, સંચળ:જરૂર મુજબ, શેકેલા જીરુંનો પાવડર:જરૂર મુજબ, મરી: સ્વાદ અનુસાર, ડુંગળી: ઝીણી સમારેલી એક, ઝીણી સેવ જરૂર મુજબ, બેથી ત્રણ ચમચા માખણ, ચટણી માટે કોથમીર, પાલક.

રીત: સૌપ્રથમ એક વાડકી ચણાની દાળ ચાર કલાક પલાળો. હવે તેમાં એક ચમચી ચણાનો લોટ, મીઠું નાખી વાટો. તેમાં થોડોક સોડા બાય કાર્બ અને હળદર નાખીને અર્ધો કલાક રહેવા દો. હવે આ ખીરુંને ગોટા/ભજીયાના લોટ જેવું ઢીલું કરો. તેમાં લીલું મરચું અને હળદર નાખો. હવે ઢોકળાના કૂકરમાં પાણી નાખી, કૂકરની ડીશ પર તેલ ચોપડો તથા તે ગરમ થાય એટલે આ મિશ્રણ તેમાં નાખી દો. હવે દસેક મિનીટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જો ચોંટે તો હજુ વધુ ગરમ થવા દો અન્યથા ગરમ ગરમ પીરસવા માટે ડીશમાં લઈ લો. આ થયો લોચો તૈયાર. હવે તેના પર બેથી ત્રણ ચમચા પ્રવાહી માખણ રેડો તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો. હવે એક વાડકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેના પર ભભરાવો.

એક ખમણના ટુકડાનો ભૂકો, લીલું મરચું, પાલક, કોથમીર ખાંડ અને મીઠું આટલી ચીજો મીક્ષરમાં નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. તેને લોચા સાથે પીરસો.

Taken by deshgujarat.com

19 thoughts on “સુરતી લોચો

 1. થોડાં વરસ પહેલાની વાત છે . સુરત એક જાનમાં જવાનું થયેલું. જાન તો વાડીએ પહોંચી પણ હજી માંડવાવાળા બિચારા વાડીની સાફ સફાઈ ને ગોઠવણી કરતા હતા. મારી સાથે મારો ભાણિયો રોહિત હતો.
  મેં એને કહ્યું કે “અહીં કશો લોચો વાગ્યો લાગે છે.”
  ભાણિયાએ કહ્યું,” ચાલો મામા ,એ વાત પર લોચો ખાઈ આવીએ.”
  લંબે હનુમાન રોડ પર એ દિવસે પહેલી વખત લોચો ખાધો.

 2. NITIN SHELADIYA

  HI I AM NITIN SHELADIYA HU SURAT AVU ETLE APNE SATHE J LOCHO KHVA JAISHU PROMISE . HU PAN SURAT NO J SU PAN HAMNA HU AUSTRALIA MA STUDY KARU SU MARU ID NOTE KARI LEV ggsheladiya@rocketmail.com AANA PAR MAIL KARJO BHULTA NAHI ETLE APNE MALI SAKIE SURAT AVU TYARE ANE TAMARI NET THRU VAT PAN KARI SAKU …MAIL KARVANU BHULTA NAHI HO K …HU VARACHHA MA BHTA NI WADI SOCEITY MA RAHU SU ANE TAME KYA RAHO SO TE JARA MANE MAIL KARINE KAHEJO CHALO HAVE BYE BYE HITESHA

 3. Chetan Chhauhan

  Surati locho maari Khoob priya Vangi chhe. haal hu Amdavad ma chhu, pan jyare pan Surat aavu tyare locho achuk khau chhu.hun jyare Suart ma varso sudhi rahyo tyar thi locho mari priya vangi bani gayi chhe pan haal Amdavad ma vasyo chhu atle aa Locho khoob miss karu chhu.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s