સુરત

સુરત દક્ષીણ ગુજરાતનું દરિયા કિનારે આવેલ શહેર તથા સુરત જીલ્લાનું વડું મથક છે. તેનું ભૌગોલિક સ્થાન ૨૧.૧૭° ઉ અક્ષાંશ તથા ૭૨.૮૩° પૂ રેખાંશ છે. તાપી નદીના દક્ષિણ તટ પર વસેલું છે. તાપીના મુખ પ્રદેશથી ૧૪ માઇલના અંતરે આવેલું છે. આ શહેર ખૂબ જ રમણીય છે.

ઈતિહાસ

સુરત ગુજરાતનું બીજા નંબરનું(ભારતનુ નવમું) મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. સુરતમાં વિશ્વનાં ૯૦ થી ૯૫ ટકા જેટલા હીરા ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (ઝરી અને કિનખાબ) અને ડાઈંગનો છે.સાલ ૨૦૦૮ મા સુરત (૧૬.૫ % GDP) ભારત ના સર્વ ધિક્ GDP વિકાસ દર ધરાવતા શેહરો માનું એક હતું. સુર્યપુર નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું આ શહેર મુગલ કાળમાં પહેલા પોર્ટુગાલીઓ અને પછી અંગ્રેજો માટે મુખ્ય બંદર બની રહ્યું. પાછળથી મુંબઇ શહેરના વધતા વિકાસથી સુરતનું મહત્વ ઘટી રહ્યું. નદી કિનારે બંધાયેલ અંગ્રેજોની કોઠી, જે આજે પણ સરકારી કચેરીનુ કામ આપે છે, અને ગોટાલાવાડી પાસે આવેલ પોર્ટુગાલીઓનું કબ્રસ્તાન એ જમાનાની યાદ આપે છે.

ભૌગોલીક સ્થાન

સુરત તાપી નદીના કિનારે વસેલુ એક બંદર છે. જોકે તાપી નદી ઉપર બનાવાયેલા બંધો ના કારણે હાલનુ બંદર ખુબજ નાનુ થઈ ગયુ છે. જે હજીરા પાસે આવેલ છે.સુરતની આસપાસ તાપી જીલ્લો,ભરૂચ જીલ્લો,વલસાડ જીલ્લો, નર્મદા જીલ્લો, નવસારી જીલ્લો અને ડાંગ જીલ્લા આવેલા છે જ્યારે પશ્ચિમે અરબી સમુદ્ર આવેલ છે. નક્શા મુજબ સુરત ૨૧.૧૭° ઉ. અક્ષાંશ અને ૭૨.૮૩° પૂ. રેખાંશ ઉપર આવેલ છે.

આઝાદી પછી

આઝાદી પછી પણ ત્રીસેક વર્ષ સુધી સુરત વડોદરા પછીના ત્રીજા સ્થાને આવતું. ૧૯૮૦ના દાયકામાં, પહેલા કાપડ ઉદ્યોગ અને પછી હીરા ઉદ્યોગના વીજવેગી વિકાસ ને લીધે આજે સુરત ગુજરાતનું જ નહિ પણ ભારતનું સૌથી વધુ ઝડપે વિકાસ કરી રહેલું શહેર છે. સુરતનો ટુંક સમયમાં ઘણા મોટા પાયે વિકાસ થયો પણ તેની સામે શહેરી સરકારી સેવાઓ ઘણી અવિકસિત રહી હતી. એને લીધે સુરત લગભગ આખા ભારતનું ગંદામાં ગંદુ શહેર બની રહ્યું હતું.પરંતુ એસ.આર.રાવ ના આગમન બાદ સુરતની કાયા પલટાઇ ગઇ. સુરત આજે ભારતનું બીજા નબરનું સ્વચ્છ શહેર છે

આજનું સુરત

૧૯૯૪ના ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધેજ મરેલા પશુ પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનાદિના અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમતો ૨૫ લાખની વસ્તીમાં ખાલી ૪૦ જેટલાજ લોકોને રોગની અસર થઇ પણ આખા દેશમાં એના પડઘા પડ્યા હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું. સુરતથી આવેલા માણસ તેમજ વાહનોને કોઇ પણ જગ્યાએ આવવા દેવાયા નહીં. પ્લેગને લીધે આખરે શહેર, રાજ્ય તેમજ દેશની સરકારો જાગી. ત્યારના મ્યુનિસિપલ કમિશ્નર સુર્યદેવરા રામચંદ્ર રાવની બાહોશ કામગીરીથી સુરતની ગણના આજે દેશના સૌથી ચોખ્ખા શહેરોમાં થાય છે.

બીજીવાર ૧૧ ઓગસ્ટ ૨૦૦૬એ થયેલી અત્યાધિક વર્ષા અને નદીમાં આવેલા પુરને લીધે લગભગ આખું શહેર પાણીમા ડુબેલુ હતુ. આ વખતનુ પુર સુરતના ઇતિહાસનુ સૌથી વિનાષક પુર હતુ. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનુ નુક્સાન થયુ હતું. આ પુરને લીધે લગભગ આખા શહેરને ૪૦ વર્ષૉ સુઘી પહોચાડી શકાય તેટલુ પાણી દરીયા મા વહી ગયુ હતુ.

સુરત ની મહાનગરપાલિકા ની ગણતરી ભારતની આગળ પડતી મહાનગરપાલિકા મા થાય છે.અને મહાનગરના કાર્ય ખુબજ વખાનવા યોગ્ય છે.

રાજ્ય સરકાર તથા ભારત સરકારની સતત ઉપેક્ષા થવા છતાં આ શહેર પોતાનાં પગ ઉપર અડીખમ ઉભું છે. કોઇ પણ બહારનું પરીબળ આ શહેરની શાંતિ તથા રમણીયતા ઓછી કરી શકે તેમ નથી.

રાજ્યમાં અમદાવાદ સૌથી મોટું શહેર હોવા છતાં માથાદીઠ આવકમાં અમદાવાદ બીજા ક્રમે આવે છે. સમગ્ર દેશમા સૌથી વધુ માથાદીઠ આવક સુરત શહેરની છે. સુરતની માથાદીઠ આવક રૂ.૪,૫૭,૦૦૦ છે જ્યારે અમદાવાદની માથાદીઠ આવક રૂ.૩,૨૮,૦૦૦ છે.

આ ઉપરાત સુરત દેશનુ સૌથી યુવાન શહેર છે. સુરત શહેરની કુલ વસ્તીના લગભગ ૭૪ ટકા એટલે કે ૩૩ લાખ લોકો ૩૫ વર્ષથી આછી ઉમર ધરાવે છે

જેની સુરત વાસીઓ ઘણા સમયથી રાહ જોતા હતાં તેવું આંતરિક હવાઇ મથક (domestic airport) ૨૯ એપ્રિલ, ૨૦૦૭નાં ખુલ્લુ મુકવામાં આવ્યું જ્યાંથી પ્રથમ ફ્લાઇટ ૬ મે, ૨૦૦૭નાં રોજ શરૂ કરવામાં આવી. અહિંથી દિલ્હી, જયપુર અને કંડલાની સીધી સેવાઓ ઉપલબ્ધ છે.

આજે સુરતમાં કતારગામમાં લક્ષ્મીકાન્ત આશ્રમ રોડ નો ખુબજ વિકાસ થઇ રહ્યો છે, સુરતનાં પિપલોદ વિસતારમાં આવેલ ગૌરવ પથ ઊપર રવીવારનાં દિવસે આખુ સુરત ઊમટી પડે છે.

હવામાન

  • શિયાળાનું તાપમાન : મહત્તમ ૩૧° સેં., અલ્પતમ 10.2° સેં.
  • ઊનાળાનું તાપમાન : મહત્તમ ૪૨° સેં., અલ્પતમ ૨૪° સેં.
  • વરસાદ (મધ્ય-જુન થી મધ્ય-સપ્ટેંબર) : આશરે ૯૩૧.૯ મીમી
  • અત્યાર સુધીનું સૌથી ઓછુ તાપમાન  : ૬.૫° સેં.
  • અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન  : ૪૮° સેં.

વહિવટ

સુરતનો રાજકિય વહિવટ સુરત મહાનગર પાલિકા દ્વારા ચાલે છે.
સુરત મહાનગર પાલિકા દેશની સૌથી ધનિક મહાનગરપાલિકામાં આવે છે.
સુરત જિલ્લા કલેક્ટર શ્રી દિલિપ રાવલ છે.
સુરત એરપોર્ટ સુરત ડુમ્મસ રોડ પર આવેલ છે.
સુરતના મેયર રણજીતસિંહ ગીલીટવાલા છે.

3 thoughts on “સુરત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s