ચાઇના મોબાઇલનો રણકાર બંધ થઈ જશે

સીબીઆઇએ કરેલી દરખાસ્ત માન્ય રાખવામાં આવી
ગુજરાતમાં સૌથી વધારે ચાઇના મોબાઇલ સુરતમાં છે
– તા. ૧૫મી પછી ચાઇના મોબાઇલ પથ્થર બની જશે
– આઉટગોઇંગ અને ઇનકમિંગ બંને સેવા બંધ થઈ જશે

ભારતભરમાં ચાઇના મોબાઇલ આવતા અઠવાડિયાથી રણકતા બંધ થઇ જશે. સીબીઆઇએ કરેલી દરખાસ્ત ભારતના ટેલિકોમ વિભાગે માન્ય રાખીને આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. ગુજરાત સેલ્યુલર મોબાઇલ ટેલિકોમ સર્વિસીસના જનરલ મેનેજર બાંઝલે જણાવ્યું હતું કે આઇએમઇઆઇ (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇકિવપમેન્ટ આઇડેન્ટિટી) નંબર ન હોય અથવા તો તમામ નંબર ઝીરો કરેલો હોય તેવા તમામ મોબાઇલ ગત માર્ચ માસથી જ બીએસએનએલે સિસ્ટમ લાગુ કરી દીધી હોવાથી બંધ કરી દેવામાં આવ્યા છે.

હવે આ સિસ્ટમ લાગુ કરવાની છેલ્લી તા. ૧૫મી એપ્રિલ છે. આથી આ તારીખથી તમામ મોબાઇલ કંપની સિસ્ટમ લાગુ કરી દેશે. ભારતભરમાં ચાઇનાના મોબાઇલનું ચલણ ખૂબ જ વઘ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં સુરત શહેરમાં ચાઇના મોબાઇલ ફોનનું આખું માર્કેટ છે. લોકોને પણ ચાઇનાના મોબાઇલનું ધેલું લાગ્યું છે.

અન્ય મોબાઇલ ફોનની સરખામણીમાં સાઉન્ડ મોટો તથા બે સીમકાર્ડ વાપરી શકાય તેવા ચાઇના મોબાઇલ ફોન છેલ્લાં પાંચ વર્ષથી સુરત અને ગુજરાતનાં વિવિધ શહેરોમાં ધૂમ મચાવી રહ્યાં છે. ભારતનાં અન્ય રાજ્યોમાં પણ ચાઇના મોબાઇલ ફોનની બોલબાલા વધી રહી છે.

પરંતુ સુરક્ષા એજન્સીઓ અને ખાસ કરીને સીબીઆઇના નિષ્ણાતોએ જોયું કે મોટા ભાગના ચાઇનાના મોબાઇલ ફોનમાં આઇએમઇઆઇ નંબર ખોટા હતા અથવા તો ૦૦૦૦૦૦ કરી દેવામાં આવે છે. જેનો લાભ લઇને આતંકવાદીઓ તેમજ અંડરવર્લ્ડના માણસો વાતચીત કરતા હોવાથી તેમને ટ્રેક કરી શકાતા નથી.

આથી તપાસનીશ એજન્સીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ગુનેગાર સુધી પહોંચવામાં તકલીફ પડે છે. આઠેક માસ પહેલાં સીબીઆઇએ આ અંગે ભારત સરકારના ગૃહ વિભાગને એક દરખાસ્ત કરી હતી કે આ ચાઇનાના મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવો જોઇએ. આથી ગૃહ વિભાગે આ અંગે ટેલિકોમ વિભાગના નિષ્ણાતો સાથે મસલત કરીને ચાઇનાના મોબાઇલ ફોન બંધ કરવા માટેનો નિર્ણય લીધો હતો.

જાણવા મળ્યા મુજબ આ નિર્ણય આવે તે પહેલાં કેટલીક મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ આ સિસ્ટમ લાગુ કરી દીધી છે. તા. ૧૫મીથી તમામ મોબાઇલ કંપની આ સિસ્ટમ લાગુ કરશે ત્યારે ૦૦૦૦૦૦ આઇએમઇઆઇ નંબર અને આઇએમઇઆઇ નંબર વિનાના તમામ મોબાઇલ ફોનના સીમકાર્ડ લોક થઇ જશે.

તેમાંથી આઉટગોઇંગ તેમજ ઇનકમિંગ ફોન બંધ થઇ જશે. ટેલિકોમ વિભાગના આ નિર્ણયથી ચાઈનિઝ મોબાઈલનું વેચાણ કરનાર વિક્રેતાઓના પેટમાં તેલ રેડાયું છે. રોજ લાખો કરોડો રૂપિયાના ચાઈનિઝ મોબાઈલનું શહેરમાં બે નંબરમાં પણ વેચાણ થતું હોવાનું અવરનવર જાણવા મળે છે.

છતાં પણ ગુનેગારો હાથમાં આવશે નહીં

ચાઇનાના મોબાઇલમાં આઇએમઇઆઇ નંબર ન હોવાથી ટેલિકોમ વિભાગે ભલે બંધ કરવાનો નિર્ણય લીધો હોય પણ જાણકારો કોઇપણ મોબાઇલ ફોનમાં અન્ય મોબાઇલ ઇન્સ્ટ્રુમેન્ટનો આઇએમઇઆઇ નંબર નાંખીને વાપરે તો મોબાઇલ ચાલુ રહેશે. કારણ કે વિભાગે માત્ર આઇએમઇઆઇ નંબર ન હોય અથવા તો તમામ ઝીરો હોય તો તેને બંધ કરી શકે છે, પરંતુ અન્ય મોબાઇલનો આઇએમઇઆઇ નંબર નાખેલો હોય તો તે શોધી શકાતું નથી. ગુનેગારો બોગસ નંબરનો ઉપયોગ કરશે તો પોલીસ પકડી શકશે નહીં.

આઇએમઇઆઇ નંબર સાચવીને રાખવો જોઇએ

આઇએમઇઆઇ નંબર એ દરેક મોબાઇલ ફોનની એક ઓળખ હોય છે. મોબાઇલ બનાવતી કંપનીઓ દ્વારા આપવામાં આવતો આ નંબર યુનિક હોય છે. તે જોવા માટે …૦૬ ટાઇપ કરવાથી ૧૫ ડિઝિટનો નંબર મોબાઇલના ડિસ્પ્લે પર દેખાય છે. આ નંબરના આધારે પોલીસ મોબાઇલ ફોનને ટ્રેક કરી શકે છે. સુરક્ષા એજન્સીઓ ગુનાઓ શોધવામાં સફળ થઇ શકે છે. આથી દરેક વ્યકિતએ પોતાનો ફોન રેઢો મૂકવો જોઇએ નહીં, આઇએમઇઆઇ નંબર સાચવીને રાખવો જોઇએ.

સુરતમાં ચાઇનાના મોબાઇલનું આખું બજાર છે

ગુજરાતમાં સુરત જ એક એવું શહેર છે જ્યાં ચાઇના મોબાઇલ ફોનનું એક આખું બજાર છે. માગો તેવા અને મનગમતી કિંમતમાં અહીં મોબાઇલ ફોન મળે છે, પરંતુ આ નિર્ણયથી આ તમામ બજારોને ભારે ફટકો પડશે અને જેમની પાસે મોબાઇલ છે તે પણ નકામાં થઇ જશે. જોકે, અન્ય મોબાઇલના આઇએમઇઆઇ નંબર હશે તો આવા ચાઇના મોબાઇલ ફોન ચાલુ રહેશે. પરંતુ તે લાંબો સમય ચાલશે નહીં. આજે નહીં તો કાલે આવા ફોન પણ સિસ્ટમમાં પકડાઇ જશે અને લોક થઇ જશે.

સિકયોરિટીના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે : બાંઝલ

બીએસએનએલના જનરલ મેનેજર (સેલ્યુલર મોબાઇલ ટેલિકોમ સર્વિસીસ) વિવેક બાંઝલે જણાવ્યું હતું કે આ નિર્ણય સિકયુરિટીના હેતુ માટે લેવામાં આવ્યો છે. દરેક મોબાઇલમાં આઇએમઇઆઇ નંબરથી યુનિક પેરામીટર હોય છે. જેના આધારે કોઇપણ મોબાઇલ ટ્રેસ કરી શકાય છે. જો આ નંબર સાથે જ ચેડાં કરવામાં આવેલા હોય અથવા તો આ નંબર જ ન હોય તો સિકયોરિટી જોખમાય છે. આથી સુરક્ષાના હેતુસર ટેલિકોમ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Taken From divyabhaskar

2 thoughts on “ચાઇના મોબાઇલનો રણકાર બંધ થઈ જશે

  1. સારૂ ભાઈ ગરીબ લોકોની મુડી બચસે અને હવે પછી સગવડતા ( ચાઈના ) ભલે ઓછી મળે પણ માલ હવે સારો મળસે ( નોકીયા ) આ તો દેખા દેખી મા વધારે વેચાતા હતા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s