કોઈ પણ સંજોગોમાં સ્થિર રહેવું જોઈએ

mind_breathજેણે ધીરજ સાધવી હોય અને ઇચ્છાશકિતને પ્રબળ રાખવી હોય, તેમને શ્વાસોશ્વાસને નિયંત્રણમાં રાખતા આવડવું જોઈએ. નિયંત્રિત શ્વાસ મનને અંકુશમાં રાખે છે.


પ્રતિકૂળતાઓ અને મુશ્કેલીઓમાં કાં તો માનવીનો માનસિક વિકાસ થઈ જાય છે અથવા તો તે નિરાશામાં ડૂબી જાય છે. તમે ઇચ્છો કે ન ઇચ્છો અંતરાયો, મુશ્કેલીઓ તો આવે જ છે.


આપણે જયારે સુખી, સુવિધા-સંપન્ન અને બેફિકર રહીએ છીએ ત્યારે આપણે કંઈક જુદા જ હોઈએ છીએ. આપણે સૌને સારા લાગીએ છીએ અને બધા આપણને સારા લાગે છે, પરંતુ જિંદગીમાં દુ:ખ, સમસ્યાઓ આવે છે ત્યારે આપણે બેચેન થઈ જઈએ છીએ અને કયારેક ક્રોધમાં પણ આવી જઈએ છીએ. ઘણા સૌમ્ય લોકો ચીડિયા થઈ જાય છે.


સંજોગો બદલાતા જ આપણે બદલાઈ જઈએ છીએ. વિચાર કરો કે આપણે કેમ બદલાઈ જઈએ છીએ? જેની પાસે સબળ વિચાર છે, તેઓ મુસીબતમાં પણ બદલાતા નથી અને નબળા વિચારોવાળા તત્કાલ પલટી મારી દે છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ આપણે શાંતિ, સંતુલિત અને સ્થિર રહી શકીએ એ માટે શું કરવું જોઈએ?


અઘ્યાત્મ કહે છે કે બે કામ કરીએ- પ્રબળ ઇચ્છાશકિત ટકાવી રાખો અને ધીરજ ન ગુમાવો. આ બન્ને બાબતોને મૂળ સ્વભાવ બનાવી લો તો પછી સ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ, તમારી મૌલિકતા, મસ્તી કયારેય ખતમ નહીં થાય. જેણે ધીરજ સાધવી હોય અને ઇરછાશકિતને પ્રબળ રાખવી હોય, તેમને શ્વાસોશ્વાસને નિયંત્રણમાં રાખતા આવડવું જોઈએ.


નિયંત્રિત શ્વાસ મનને અંકુશમાં રાખે છે અને મન જો કાબૂમાં આવી જાય તો તે વ્યકિતત્વને સબળ કે નિર્બળ બનાવવામાં સફળ નથી થતું. શ્વાસના નિયંત્રણ માટે રોજ થોડા સમય માટે પ્રાણાયામ કરો. નિયમિત પ્રાણાયામ કરનારા નબળા પુરવાર નથી થતા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s