રાખડી સાંજે ૫.૧૫ પછી જ બંધાશે

rakhadiભદ્રા યોગના કારણે શુભ કાર્યોકરવા પર નિષેધ

આ વર્ષે ભદ્રા યોગને કારણે ૫ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર સાંજે ૫.૧૫ સુધી ઊજવી શકાશે નહી. બ્રાહ્મણો પણ આ યોગમાં જનોઈ બદલી નહીં શકે. કારણ કે આ સમયે શુભ કાર્યોકરી શકાતાં નથી. આ દિવસે સાંજે ૫.૧૫ કલાકથી ભદ્રા યોગના અંતિમ ચરણ શરૂ થયા પછી જ આ કાર્યોકરી શકાશે.

આ ઉપરાંત બે પૂનમ અને બીજા દિવસે ગુરુવારે ચંદ્રગ્રહણ છે, પરંતુ આ માંધ(છાયા) ગ્રહણ હોવાથી તેને પાળવાનું નથી. ગયા વર્ષે પણ ભદ્રાના કારણે રક્ષાબંધનનો સમય બપોર પછીનો રહ્યો હતો.

ભદ્રા યોગ : મંગળવારના દિવસે વિષ્ટિ કરણથી ભદ્રા યોગ રચાતો હોય છે. આ યોગમાં શુભ કાર્યોકરી શકાતા નથી.

ગ્રંથો અનુસાર શુભ કાર્ય નહીં થઇ શકે

પંડિત દેવવ્રત કશ્યપે કહ્યું હતું કે ધર્મસિંધુ અને નિર્ણયસાગર ગ્રંથમાં દર્શાવ્યા મજબ પ ઓગસ્ટના રોજ સવારે ૪ કલાકે શ્રવણ નક્ષત્રમાં વિષ્ટિ કરણને કારણે રચાતા ભદ્રા યોગમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાતા નથી. જેને લીધે બહેનો ભાઈને સાંજે ૫.૧૫ સુધી રાખડી બાંધી શકશે નહીં, ત્યારબાદ બાંધી શકાશે. આ ઉપરાંત સવારે ૪ કલાકે ઉદય તિથિ પૂનમ બેસતા જ ભદ્રા યોગ રચાય છે. આથી બપોર સુધી રાખડી પણ નહીં બંધાય અને જનોઈ પણ બદલી ન શકાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મકર રાશિમાં રહેતી કલ્યાણી નામની ભદ્રા લક્ષ્મી આપનારી હોવાથી સાધના માટે ઉત્તમ મનાય છે.

યજુર્વેદી સિવાયના બ્રાહ્મણો ગુરુવારે જનોઇ બદલી શકે

જયોતિષી નયનભાઈએ જણાવ્યું હતું કે જનોઈ બદલવા માટે ભદ્રા યોગ નડતરરૂપ નથી પરંતુ આ સમયે શુભકાર્ય કરી શકાતાં ન હોવાથી જનોઈ બદલાતી નથી. બીજું કે ૫ ઓગસ્ટના રોજ બુધવારે વ્રતની પૂનમને દિવસે સાંજે ૫.૧૫ પછી અને ગુરુવારે પણ પૂનમ હોવાથી તે દિવસે બપોરે ૧.૪૧ સુધી જનોઈ બદલી શકાય છે. આ ઉપરાંત બુધવારી પૂનમે યજુર્વેદી બ્રાહ્મણો માટેજનોઈ બદલવાનું મહત્ત્વ છે, બાકીના બ્રાહ્મણો ગુરુવારે જનોઈ બદલે તો પણ ચાલે.

ચંદ્રગ્રહણનું કોઇ અસર નથી

જયોતિષી કર્દમ દવેએ જણાવ્યું હતું કે બુધવારે ભદ્રા યોગ સાંજે ૫.૧૫ પછી પૂરછના ભાગે આવે છે. આ સમય પછી જ કોઈપણ શુભ કાર્ય કરી શકાય. જયારે ૬ઓગસ્ટના રોજ ગુરુવારે થનાર ચંદ્રગ્રહણ માંધ(છાયા) ગ્રહણ છે એટલે પાળવાનું હોતું નથી. બુધવારે સાંજે ૫થી ગુરુવારે બપોર સુધી રાખડી બાંધી શકાશે અને જનોઈ સૂર્યદેવની ઉપસ્થિતિમાં બદલવાની હોય છે. ગયા વર્ષે પણ ચૌદશની રાત્રિએ પૂનમ શરૂ થતી હતી અને વિષ્ટિને કારણે રક્ષાબંધન ઉજવાઈ ન હતી.

Teken From Divyabhaskar.co.in

2 thoughts on “રાખડી સાંજે ૫.૧૫ પછી જ બંધાશે

 1. ખેર ,
  ગયાવર્શે (લગભગ) રક્ષાબધનના દિવસે આવુજ એક ગતકડુ આવ્ય હતુ,
  બધી બહેનો પોતાના ભાઈને બાધેલી રક્ષા છોડી દે નીતો ભાઈ ઉપર ઉપાદી આવશે,તેવી વાતો વહેતી થઈ હતી,કેટલાય લોકોએ પોતાની રક્ષા છોડી દિધી હતી (મે નથી છોડી)છેવટે કાઈ ન થયુ જેને રક્ષા છોડી તે પણ સલામત છે ને જેને ન છોડી તે પણ સલામત છે.
  આ બધી બાબતો મનવી ના માનવી દરેક લોકો નો પોતાનો વિચાર હોય છે.જેને તે સમયે રક્ષા છોડી હતી તે માને છે કે રક્ષા છોડી એટલે તે લોકો સલામત છે ને જેને નથી છોડી તેમને તો કો ફેર પડવનો નથી…એ વાત ચોક્કસ છે પણ હા…કોમ્યુટર પર આવા લેખો જોઈ થોડી ક્ષણ માટે હુ વિચારમય થઈ જાવ છુ.
  રક્ષાબધનના દિવસે હુ તો સવારે જ રક્ષા બધાવિશ …

 2. નવિન શાહ

  હું વિવેકભાઇ દોશીની વાત સાથે સંપુર્ણ સહમત છું. રક્ષાબધનના દિવસે હુ પણ સવારે જ રક્ષા બધાવિશ …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s