ગૂગલ અને ગુજરાતી

<a href=’http://ads.indiainfo.com/www/delivery/ck.php?n=a7aed65a’ target=’_blank’><img src=’http://ads.indiainfo.com/www/delivery/avw.php?zoneid=110&n=a7aed65a’ border=’0′ alt=” /></a>

CYBER-SAFARતમને યાદ હશે કે અહીં એક વાર આપણે ઇન્ટરનેટને ગુજરાતીમાં કઈ રીતે પૂછી શકાય કે ‘કેમ છે?’ એની વિગતવાર ચર્ચા કરી હતી. યુનિકોડ આવ્યા પછી આ કામ પ્રમાણમાં ઘણું સહેલું થઈ ગયું હતું અને એટલે તો ગુજરાતીમાં બ્લોગ્સની સંખ્યા, છપાઈ છપાઈને પુસ્તકાલયોમાં ખડકાતાં પુસ્તકોને શરમાવે એ ઝડપે વધી રહી છે. હવે આ કામ ગૂગલે હજી વધુ સહેલું બનાવી દીધું છે.

થોડું પુનરાવર્તન કરીએ તો, તમારા કમ્પ્યૂટરમાં કે ઇન્ટરનેટ પર ગુજરાતીમાં ટાઈપ કરવાના મુખ્ય બે રસ્તા છે – એક તો ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિકસે નિિશ્ચત કરેલા કી-બોર્ડ અને તેને સપોર્ટ કરતા સોફટવેરની મદદથી, અથવા તો ટ્રાન્સલિટરેશનની પદ્ધતિથી, એટલે કે ઇંગ્િલશમાં લખો અને ગુજરાતીમાં દેખાય એ રીતે. ડીઓઇના કીબોર્ડવાળી રીત થોડી લાંબી પ્રોસિજરવાળી છે. જોકે એ સાઇન્ટિફિક છે અને ગુજરાતીમાં ઝાઝું લખવાનું રહેતું હોય તો વધુ સારી છે, પણ છે શેરબજાર જેવી – સારું વળતર મેળવવા ધીરજ ધર્યા વિના છૂટકો નહીં. જયારે ટ્રાન્સલિટરેશનમાં કોઈ કડાકૂટ નથી. ટાઇપ કરો, કોપી કરો, જયાં જોઈએ ત્યાં પેસ્ટ કરો એટલે વાત પૂરી!

સંખ્યાબંધ વાચકમિત્રોના મેઇલ કે ઓકૂર્ટ જેવી સાઇટ પર નજર ફેરવતાં સમજાય કે ઇંગ્િલશ આલ્ફાબેટનો ઉપયોગ કરીને મનની વાત ગુજરાતીમાં વહેતી મૂકવામાં તો સૌ કોઈને હવે જબરી ફાવટ આવી ગઈ છે. યુએસ સ્થિત વિશાલ મોણપરાએ (‘કળશ’ના નિયમિત વાચકો હવે એમને સુપેરે ઓળખે છે) આ રીતે ઇંગ્િલશ લખીને ગુજરાતીમાં પરિણામ આપતું ટાઇપપેડ વિકસાવ્યું છે અને એ ઓફલાઇન પણ ઉપયોગમાં લઈ શકાય તેવું છે.

હવે ગૂગલે પણ આમાં ઝંપલાવ્યું છે. આમ તો ગૂગલે બે વર્ષ પહેલાં હિન્દી ભાષા સાથે આ સેવાની શરૂઆત કરી હતી અને પછી તેમાં ભાષા ઉમેરાતી ગઈ. લાંબી રાહ જોવડાવ્યા બાદ, ગયા મહિને આપણી ગુજરાતીનો પણ તેમાં વારો આવી ગયો છે. હવે તમારે ગુજરાતીમાં લખવા માટે આટલું જ કરવાનું છે: http://www.google.com/transliterate/indic/Gujarati પર જઈને, ગુજરાતીની લિંક પર કિલક કરી, આપેલા બોકસમાં બેધડક ઇંગ્લિશમાં ગુજરાતી ટાઇપ કરવા માંડો.

તમે શબ્દ લખવાની શરૂઆત કરશો ત્યારે એ ઇંગ્લિશમાં જ દેખાશે, પણ શબ્દ પૂરો કરીને સ્પેસબાર દબાવશો એટલે એ જ શબ્દ ગુજરાતી લિપિમાં ફેરવાઈ જશે. એટલું યાદ રાખજો કે અહીં માત્ર લિપિ ફેરવાય છે, અર્થ નહીં (ટ્રાન્સલિટરેશન પછી ગુજરાતીમાં ટ્રાન્સલેશન – અનુવાદની સુવિધા પણ આવી રહી છે). તમે લખેલો શબ્દ યોગ્ય રીતે ગુજરાતીમાં ફેરવાયો ન હોય એવું બની શકે છે (‘ણ’ અને ‘ન’ પ્રકારના ભેદ શરૂઆતમાં તકલીફ આપશે).

તો એ જ શબ્દ પર માઉસના લેફટ બટનથી કિલક કરો. તરત નીચે, એ પ્રકારના બીજા શબ્દોની યાદી દેખાશે. એમાં યોગ્ય શબ્દ પસંદ કરો અથવા એડિટનો વિકલ્પ પસંદ કરો એટલે સંભવિત વિકલ્પ અને સ્વર-વ્યંજન સહિત આખો કક્કો ધરાવતું બોકસ ખૂલશે, તેમાંથી ચાહો તે રીતે શબ્દ સુધારી લો. ગૂગલની મજા એ છે કે એક વાર તમે શબ્દ સુધારી લેશો, પછી એ બીજી વાર ભૂલ નહીં કરે (માણસ કરતાં સ્માર્ટ છે!). જોકે વિકિપિડીયા મુજબ, ભારતમાં ૧,૬૫૨ ભાષા છે, ગૂગલે ઘણા વધુ સ્માર્ટ થવું પડશે!

Teken From Divyabhasker

2 thoughts on “ગૂગલ અને ગુજરાતી

Leave a reply to caassociation જવાબ રદ કરો