ખાલી ઝરણું નહી લ્યો તમને નદી મુબારક

પોરૂ’કુ વરહ તમારું ગમે તેવું ગ્યું હોય પણ,

ઓણુંકુ વરહ તમને ગમે એવું જાય.

એવી મંગલ શુભકામના સાથે સૌને વહાલપૂર્વક સાલમુબારક.

સાલ મુબારક

તબિયત રહેજો હટ્ટીકટ્ટી સાલ મુબારક,

તૂટે નહી સ્લીપરની પટ્ટી સાલ મુબારક,

બને તો ભાગવત સપ્તાહ કરજો સાલ મુબારક, નહીતર જૂના હપ્તા ભરજો સાલ મુબારક

સ્કૂટરમાં ન પંક્ચર પડજો સાલ મુબારક,

ના ખોટા એડવેન્ચર કરજો સાલ મુબારક

IT RETURN NIL જ ભરવું સાલ મુબારક, વીજળીના ચેકિંગથી ડરવું સાલ મુબારક

બસમાં તમને સીટ મળી જાય સાલ મુબારક, માનતા સઘળી તરત ફળી જાય સાલ મુબારક

બેકારોને મળે નોકરીઓ સાલ મુબારક, વાંઢાઓને મળે છોકરીઓ સાલ મુબારક

આવે નહી એકેય બીમારી સાલ મુબારક, લોન થઇ જજો પાસ તમારી સાલ મુબારક

નેતાગણ ના કરે કબાડા સાલ મુબારક ગુટખા પર લાગે ટાડા સાલ મુબારક

કોઇ ન નકલી નોટો છાપે સાલ મુબારક,

કોઇ કોઇનું ખિસ્સું ન કાપે સાલ મુબારક

શેર બજારનો ભાવ ન તૂટે સાલ મુબારક, ઓણ ન એકેય બેંક ઊઠે સાલ મુબારક

ગયા વર્ષને ભૂલી જજો સાલ મુબારક,

દોસ્તો પાસે ખૂલી જાજો સાલ મુબારક

ખાલી ઝરણું નહી લ્યો તમને નદી મુબારક, ‘સાંઈ’ તરફથી સાલ નહી સદી મુબારક

– Sairam Dave

One thought on “ખાલી ઝરણું નહી લ્યો તમને નદી મુબારક

  1. આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
    ૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના

    આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
    બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.

    સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s