ઇન્ડિયા એટલે સુરત: દુનિયામાં ફરી વાગ્યો સુરતી ડંકો!

મોઘલકાળમાં દુનિયાભરના દેશો માટે ઇન્ડિયા એટલે સુરત હતું. જોકે, અંગ્રેજોએ મુંબઇ વિકસાવ્યું એટલે સુરતની પડતી શરૂ થઇ. જોકે, હવે એકવાર ફરી દુનિયાભરના દેશોની નજર સુરત પર પડી રહી છે. છેલ્લા એક વર્ષમાં શહેરમાં એક યા બીજી રીતે ૨૨ દેશોના પ્રતિનિધિઓ મુલાકાત લઇ ચૂક્યા છે. ૩૦ મેના દિવસે આફ્રિકાના ૧૩ દેશોના વેપારીઓ આવવાના છે.

– અનેક વિદેશી બિઝનેસ ડેલિગેશનને કારણે સુરતની વિશ્વસ્તરે ઓળખ ઊભી થઈ 

ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના નેજા હેઠળ આમ તો સુરતમાં દર વર્ષે વિદેશથી બિઝનેસ ડેલિગેશન આવતા હોય છે, પણ આ વર્ષે ૯ કોન્સલ જનરલ, એમ્બેસેડર, વિદેશી મંત્રીઓ, વિદેશની ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો સુરતની મુલાકાતે આવી ગયા છે અને હજુ ૩૦ મેના દિવસે આફ્રિકાના૧૩ દેશોના ૧૪૦ જેટલા લોકોનું બિઝનેસ ડેલિગેશન સુરત આવવાનું છે. અનેક દેશની ચેમ્બર સાથે બિઝનેસના પ્રોત્સાહન મોટ એમઓયુ પણ થયા.

આ વાત એટલા માટે મહત્વની છે કે બિઝનેસ ડેલિગેશનને કારણે સુરતનું નામ વિશ્વસ્તરે જાણીતું બન્યું. ડાયમંડ અને ટેક્સટાઇલને કારણે સુરત આમ તો વિશ્વભરમાં જાણીતું જ છે પણ તે સિવાય પણ ફૂડ પ્રોસેસિંગ, એગ્રીકલ્ચર, જેવા અનેક બિઝનેસની તકના પાયા નંખાયા.

આ દેશોના કોન્સલ જનરલ આવ્યા :

આ વખતે ઇથિયોપિયા, સાઉથ આફ્રિકા, કેનેડા, ચીન, શ્રીલંકા, તુર્કી, દુબઈ, નામિબિયા, થાઇલેન્ડના કોન્સલ જનરલ ચેમ્બરના આમંત્રણને માન આપીને સુરત આવ્યા હતા. તેમાંથી મોટા ભાગનો કોન્સલ જનરલ પહેલીવાર સુરત આવ્યા હતા. ઘણા કોન્સલ જનરલ સુરતની ઔધ્યોગિક સમૃદ્ધિથી વાકેફ નહોતા.

આ દેશોએ એમઓયુ કર્યા :

કોન્સલ જનરલ ઉપરાંત દુબઈ, પાકિસ્તાન, શ્રીલંકા, તુર્કી જેવા દેશના ચેમ્બર ઓફ કોમર્સ સાથે એમઓયુ પણ થયા. હેતુ માત્ર એટલો જ હતો કે બંને ચેમ્બરો પોતપોતાના દેશના વેપાર-ધંધાનું આદાનપ્રદાન કરે અને તેનો લાભ બિઝનેસના લોકોને મળે. જે તે દેશમાં કોઈ બિઝનેસની ગૂંચ ઊભી થઈ હોય કે મુશ્કેલી ઊભી થઈ હોય તો ચેમ્બર તેમાં મદદરૂપ થઈ શકે છે.

ઉદ્યોગ ૨૦૧૦માં પણ વિદેશીઓ આવ્યા :

આ વખતે ઉદ્યોગ-૨૦૧૨માં જાપાન, કોરીઆ, નામિબિયા, યુકે, જેવા દેશોના પ્રતિનિધિઓએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જીજેઇપીસી દ્વારા આયોજિત બાય- સેલર મીટમાં રશિયાની ૧૮ કંપનીઓ ત્રણ મહિના પહેલા સુરત આવી હતી.

સુરતીએ નામિબિયામાં ફેકટરી નાંખી :

બીજુ કે નામિબિયાના એક ડેલિગેશને તો સુરતમાં ત્રણથી ચાર વખતે મુલાકાત લીધી જેની ફળશ્રુતિ એ રહી કે ઓલપાડના એક સ્ટીલ અને પાઇપના બિઝનેસ સાથે સંકળાયેલા એક ઉદ્યોગકાર નામિબિયામાં કરોડોના ખર્ચે ફેક્ટરી નાંખી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાનું ફોટોગ્રાફી પ્રદર્શન :

હાલમાં જ ડુમસ રોડના એક મોલમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોની જીવનશૈલી દર્શાવતું ફોટોગ્રાફી પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રસંગે ત્યાંના કોન્સલ જનરલે સુરતમાં ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી સ્થાપવાની વાત કરી હતી.

ક્યા બિઝનેસ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો આવશે :

આઇટી-સોફટવેર, એર્નજી, રીન્યુએબલ એર્નજી, લો કોસ્ટ હાઉસીંગ, માઇનીંગ એન્ડ માઇનીંગ ઇકવીપમેન્ટ, ફાર્મા, એગ્રીકલ્ચર, ઓઇલ એન્ડ ગેસ, હેલ્થ અને મેડીકલ ઇકવીપમેન્ટસ, બિલ્ડીંગ મટીરીયલ્સ, વુડ અને સ્ટીલ ફર્નિચર, એજ્યુકેશન, ટેક્સટાઇલ મેન્યુફેકરિંગ, કોર્પોરેટ વેર, બેન્ડીંગ, લેધર બેગ શુઝ, યુનિફોર્મ, પ્રોટેકટીવ અને હાઇફેશન કલોથીંગ, ટેલિકોમ્યુનિકેશન, એન્જિનયરિંગ, ફૂડ પ્રોસેસિંગ,હેલ્થ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન, જેમ સ્ટોન, પ્રિન્ટિંગ એન્ડ પેકેજીંગ જેવા અનેક બિઝનેસ સાથે સંકળાયેલા લોકો આવશે. તેનાથી બંને પાર્ટીઓને ફાયદો થશે.

૩૦મીએ આફ્રિકાના ૧૦ દેશોના લોકો સુરત આવશે :

૩૦મીમેના દિવસે આફ્રિકાના ૧૦ દેશ દેશોના જુદા જુદા બિઝનેસ સાથે સંકળાયેલા ૧૦૦ જેટલા બિઝનેસમેનો સુરત આવવાના છે. આટલી મોટી સંખ્યામાં બિઝનેસ ડેલિગેશન આવશે તેવું સુરતમાં પહેલીવાર બનશે.

આફ્રિકાના ક્યા ક્યા દેશો સુરત આવશે. . . .

સાઉથ આફ્રિકા, કોંગો, દક્ષિણ સુદાન, મોઝામ્બિક, બોટસ્વાના, ઇથોપિયા, બુરુન્ડી, નાઇજીરિયા, બેનિન, ઝામ્બિયા, ટોંગો, નામ્બિયા અને માલાવી.

લઘુ ઉદ્યોગકારો માટે સોનેરી તક…

ઇન્ડો-આફ્રિકા કોન્કલેવમાં સુરત તથા દક્ષિણ ગુજરાતના લઘુ ઉદ્યોગકારો માટે સોનેરી તક સમાન સાબિત થશે. – પરેશ પટેલ, પ્રમુખ, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ

જી-૨૦ દેશોમાં સુરતનું નામ થયું : 

સુરતમાં અનેક દેશોના બિઝનેસ ડેલિગેશન આવ્યા, તેને કારણે જી-૨૦માં જે દેશોનો સમાવેશ છે, તેમાંના મોટા ભાગના દેશોમાં સુરતનું નામ પ્રસ્થાપિત થઈ ગયું છે. – રોહિત મહેતા, તત્કાલિન પ્રમુખ, ચેમ્બર

Source : Divyabhaskar.co.in

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s