સુરતીઓને ટૂંક સમયમાં જ શાર્ક જેવી એકઝોટિક મરીન સ્પીશીઝ નિહાળવાની તક મળશે.

સુરતમાં હવે શાર્ક સહિતની મરીન સ્પીશીઝને નિહાળી શકાશે

અડાજણ રોડ પર ઓક્ટોબર સુધીમાં મરીન એકવેરિયમ તૈયાર થશે

સુરતીઓને ટૂંક સમયમાં જ શાર્ક જેવી એકઝોટિક મરીન સ્પીશીઝ નિહાળવાની તક મળશે. અડાજણ રોડ પર આકાર પામી રહેલા મરીન એકવેરિયમથી આવો અદ્ભુત એક્સપિરિયન્સ કરી શકાશે. ઓક્ટોબર સુધીમાં આ એકવેરિયમ તૈયાર થઈ જશે.

એસએમસીના ગાર્ડન ડિપાર્ટમેન્ટના જુનિયર ઇજનેર વાય. બી. પટેલ કહે છે કે, ‘અડાજણ રોડ પર આવેલા જગદીશચન્દ્ર બોઝ ગાર્ડનમાં મરીન એકવેરિયમ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ તૈયાર થઈ ગયા પછી સુરતની શોભામાં અનેરી વૃદ્ધિ થશે. અમને વિશ્વાસ છે કે, શાર્ક પૂલ સુરતીઓને પસંદ પડશે. શાર્ક સિવાય અન્ય મરીન સ્પીશીઝ પણ આ એકવેરિયમમાં જોવા મળશે.આ શાર્ક પૂલ ઇન્ટરનેશનલ લેવલનો બનાવવામાં આવશે. ભારતમાં આ પ્રકારનો આ બીજો શાર્ક પૂલ હશે.’

સેમિનાર હોલ હશે

સ્ટાફ સાથે ડિસ્કશન કરવા કે કોઈ વિષય પર સેમિનાર કરવા એકવેરિયમમાં સ્પેશિયલ હોલની પણ વ્યવસ્થા હશે. જેમાં એકવેરિયમને લગતા વિષયો પર સેમિનાર એરેન્જ કરવામાં આવશે.

ટર્ટલ પૂલ પણ બનાવાશે

એકવેરિયમ પ્રત્યે બાળકોને આકર્ષવા માટે ટર્ટલનો પણ સમાવેશ કરવામાં આવશે. કાચબા માટે સ્પેશિયલ ટર્ટલ પૂલ પણ બનાવવામાં આવશે. જેમાં જુદી જુદી જાતિના કાચબા રાખવામાં આવશે.

સાતેક શાર્ક હશે

એકવેરિયમમાં આકર્ષણનું કેન્દ્ર શાર્ક પૂલ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે અને એના પહેલાં તથા બીજા માળેથી શાર્ક જોઈ શકાશે. આ પૂલમાં સાતેક શાર્ક હશે.

૫૧ ફીશ ટેન્ક

એકવેરિયમમાં ફ્સ્ર્ટ ફલોર પર ૨૩ નાની અને ૩ મોટી ટેન્ક હશે. બીજા માળે ૨૩ નાની અને ૨ મોટી ટેન્ક હશે. એમ કુલ ૫૧ જેટલી ટેન્ક એકવેરિયમમાં હશે. જેમાં વિવિધ પ્રકારની માછલીઓ સાથે અન્ય જળચર જીવો પણ હશે.

Source : divyabhaskar.co.in

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s