સુરતનું નવુ નજરાણું: સરદાર બ્રિજ નીચે વધુ એક પ્લેઝન્ટ પ્લેસ મળશે

      0201

 

સરદાર બ્રિજની નીચે સુરતીઓને વધુ એક પ્લેઝન્ટ પ્લેસ મળશે
અલ્ટ્રા મોડર્ન ડિઝાઇનવાળા આ પ્રોજેક્ટ માટે૨.પ૨ કરોડ ખર્ચાશે

સુરત: સુરતીઓ માટે પાલિકાએ અડાજણમાં વધુ એક ખાસ પ્રોજેક્ટની તૈયારી કરવા માંડી છે. સરદાર બ્રિજના અડાજણ છેડે ઓવર બ્રિજની નીચે જોગિંગ ટ્રેક, અર્બન આર્ટ એન્ડ કલ્ચર પ્લાઝા, યુથ અને કલ્ચરલ એક્ટિવિટી પ્લેસ માટેનું કામ શરૂ કરવા જઈ રહી છે. અલ્ટ્રા મોડર્ન પબ્લિક પ્લેસ બનાવવા રૂ.૨.પ૨ કરોડના ખર્ચે તેનું કામ પણ સોંપી દેવાયું છે. પાલિકા અડાજણ વિસ્તારમાં વિશેષ પ્રોજેક્ટ બનાવવા માટે આગળ વધી રહી છે. આ માટે સરદાર બ્રિજના અડાજણ છેડે હાલમાં જ ખુલ્લા મુકાયેલા ઓવર બ્રિજની નીચેથી નદી કિનારા સુધીનો વિસ્તાર પસંદ કરાયો છે. રાંદેર ઝોનના અધિકારીઓનું કહેવું છે કે, ઓવર બ્રિજ નીચે સરદાર કોમ્પ્લેક્સ એટલે બ્રિજના એપ્રોચથી લઈને સરિતાસાગર સંકુલ સુધીનો વિસ્તાર પ્લાનિંગમાં સાંકળી લેવાયો છે.

અલ્ટ્રા મોડર્ન ડિઝાઇન
યુથ અને કલ્ચરલ એક્ટિવિટી, જોગિંગ ટ્રેક સહિ‌તની સુવિધા આપવા પાલિકાએ ‘તથાસ્તુ આર્કિટેક્ટ’ના અજિત જરીવાળા પાસે આખા પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરાવી છે. પબ્લિક પાર્કના કન્સેપ્ટને સરકારી આયોજનોથી સાવ અલગ છે.

૨.પ૨નો ખર્ચ કરાશે
આ પ્લેઝન્ટ પ્લેસમાં માત્ર સુરતીઓને ગાર્ડન કે જોગિંગ ટ્રેક જ નહીં પરંતુ તેની સાથે યુવાનો માટે રીડિંગ પ્લેસ, કલ્ચરલ એક્ટિવિટી માટે ગેધરિંગ પ્લેસની સાથે ઘણી સુવિધાઓ પણ ઊભી કરાશે. રૂ.૨.પ૨ કરોડના ખર્ચે આ કામ સોંપાયું છે.

પબ્લિક પ્લેસનો કન્સેપ્ટ બદલાશે
પબ્લિક ગાર્ડનના કન્સેપ્ટને યુથ, બદલાતા કલ્ચર અને નવા સમય સાથે જોડવા પ્રોજેક્ટની ડિઝાઇનમાં કરાયો છે. એટલે આ પ્રોજેક્ટ પબ્લિક પ્લેસનો કન્સેપ્ટ બદલવાની શરૂઆત હશે.’- કેતન પટેલ, એડિ. સિટી ઇજનેર

 

નવા કન્સેપ્ટવાળા પ્રોજેક્ટમાં શું હશે
લેન્ડસ્કેપ ડિઝાઇનિંગ સાથે જોગિંગ ટ્રેક
યુથ એમ્પાવરમેન્ટ એક્ટિવિટીઝ એરિયા
કલ્ચરલ એમ્પાવરમેન્ટ એક્ટિવિટીઝ
રીડિંગ-ગેધરિંગ સ્પેશ
પબ્લિક પાર્ક અને પાકિગ
અર્બન આર્ટ એન્ડ કલ્ચર પ્લાઝા
ગ્રાફિક્સ કોર્ટ

Taken from Divya Bhaskar

One thought on “સુરતનું નવુ નજરાણું: સરદાર બ્રિજ નીચે વધુ એક પ્લેઝન્ટ પ્લેસ મળશે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s