સુરતમાં ગુજરાતનું સૌથી પહેલી ફ્લોટિંગ હોટલ

સુરતઃ લહેરીલાલા સુરતીઓ માટે એક નવુ ફૂડ ડેસ્ટિનેશન ડેવલપ કર્યું છે. સુરતમાં સૌથી હેપનિંગ પ્લેસને ડેવલપ કરવામાં આવ્યું છે. સુરતમાં ગુજરાતની સૌથી પહેલી ફ્લોટિંગ હોટલ સ્ટાર્ટ કરવામાં આવશે. હાલમાં અમુક જરૂરી પરમિશન મેળવ્યા બાદ આ ફ્લોટિંગ હોટલને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ હોટલમાં હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરી મહેલ જેવો લીક આપવામાં આવ્યો છે.


બાર્જ પર આર્કિટેક્ચરની મદદથી સૌથી આકર્ષક હોટલ નિર્માણ પામી

સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીના પુત્ર મિતુલ સવાણી, આશિષ સવાણી અને યોગેશ સ્વામી દ્વારા ગુજરાતનું સૌથી પહેલી ફ્લોટિંગ હોટલ બનાવવામાં આવી છે. એક બાર્જ પર આર્કિટેક્ચરની મદદથી સૌથી આકર્ષક હોટલ નિર્માણ પામી છે.

ચોમાસા સુધી ડુમસમાં રહેશે ફ્લોટિંગ હોટલ

હાલમાં ચોમાસા સુધી આ ફ્લોટિંગ હોટલને ડુમસ ગામમાં મહાદેવ ઓવારા પાસે રાખવામાં આવશે. સપ્ટેમ્બર મહિના બાદ સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા વેલેન્ટાઈન ટોકિઝની પાછળ જ તેને રાખવામાં આવશે.

લંડનની ફ્લોટિંગ હોટલ જોઈ સુરતમાં બનાવવાનો વિચાર

મિતુલ સવાણી જણાવે છે કે, હું જ્યારે લંડન ભણતો હતો ત્યારે ત્યાંની નદીઓ પર આવી રીતે ઘણી ફ્લોટિંગ હોટલ જોઈ હતી. જેથી આવી સુવિધા સુરતમાં તૈયાર કરવામાં આવે એવો વિચાર આવ્યો હતો. ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાસેથી અમુક મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાલમાં ચાલું હોવાથી થોડા દિવસ બાદ આ હોટલ શરૂ કરવામાં આવશે.


ફ્લોટિંગ હોટલ આખા ગુજરાતમાં સૌપ્રથમ સુરતીઓ દ્વારા શરૂ કરવામાં

ઉલ્લેખનિય છે કે આટલી બધી કેપેરસિટીવાળી તેમજ આટલી મોટી ફ્લોટિંગ હોટલ આખા ગુજરાતમાં સૌપ્રથમ સુરતીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ હોટલમાં અનલિમિટેડ ફૂડ સર્વ કરવામાં આવશે. દરેક ક્યુઝિન અહીં પિરસવામાં આવશે.

પાર્ટી માટે સ્પેશિયલ સ્પેશ

ફ્લોટિંગ હોટલની ખાસ વાત છે કે, નદીના પાણીમાં, હવાની લહેરખી સાથે, ડૂબતા સૂર્ય અને ચાંદગીમાં એટલે કે દરેક સૌદર્યના ઓછાયામાં તમે મનપસંદ ફૂડ એન્જોય કરી શકશો, તેમ જ અહીં પાર્ટી અને અન્ય વસ્તુઓ માટે પણ સ્પેશ ક્રિએટ કરવામાં આવી છે.

Tekan From Divya Bhaskar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s