“મારી પહેલી રચના” – “ફેનિલ કોઠારી”

આજે બેઠો છુ ચન્દ્ર નીચે, ગરમી ના વાતવરણ મા મારા માથા મા પડેલ પાણિ જોઇ ને લાગ્યુ કે જાણે કોઇ મોટા આંસુ એ રોવે છે, ચન્દ્ર જાણે કહિ રહ્યો છે ઈર્ષા થાય છે મને તારુ જિવન દેખિ ને, મે કહ્યુ શા માટે મારિ મજાક ઊડાવો છો, ચન્દ્રે કહ્યુ તારિ જોડે તારા મિત્રો છે, મે કહ્યુ …

વાંચન ચાલુ રાખો “મારી પહેલી રચના” – “ફેનિલ કોઠારી”

દીકરી પરનાં પુસ્તકો વેચાય તો’ય દીકરી તો વેતરાય જ

ગુજરાતી લેખકોએ પુસ્તકો લખીને દીકરીઓ પર વહાલ વરસાવ્યું છે,પણ વાચકોમાં જાગૃતિ કેમ નથી આવતી? પૂછે છે દિવ્યેશ વ્યાસ દીકરી કોને વહાલી ન હોય? દીકરીને સાસરે વળાવતાં કયા માતા-પિતાની આંખ કોરી રહે છે? તો પછી વહાલનો દરિયો, ઘરનો દીવો, સ્નેહની સરવાણી, પ્રેમની પુષ્પાંજલિ ગણાવાતી દીકરીનો જન્મવાનો અધિકાર કેમ છીનવાઈ જાય છે? દીકરીને જન્મવા જ નહીં દેવાની …

વાંચન ચાલુ રાખો દીકરી પરનાં પુસ્તકો વેચાય તો’ય દીકરી તો વેતરાય જ

ગમ્યું તે લખ્યું

જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી, લીમડાની ડાળ મીઠી થઇ ગઇ. રચયિતાઃ- અદમ ટંકારવી મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઇ ગઇ, આંગળી જળમાંથી કાઢી ને જગ્યા પુરાઇ ગઇ. રચયિતાઃ- સૈફ પાલનપુરી

આંખો રડી પડી અને રેલાય છે અવાજ

આંખો રડી પડી અને રેલાય છે અવાજ, છે બંધ હોઠ તો ય વહી જાય છે અવાજ. બોલ્યાં તમે એ વાતને વર્ષો થઈ ગયાં, દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ ! નહિતર આ અંધકારમાં રસ્તો નહીં જડે, થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ. છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં, દિલની છે વાત એટલે શરમાય …

વાંચન ચાલુ રાખો આંખો રડી પડી અને રેલાય છે અવાજ

કાડિયાવાડમાં ભૂલો પડ ભગવાન, કૌતુક દેખાડું શ્યામળા

સૌરાષ્ટ્રના બારોટો અમને કાડિયાવાડીઓને હુલાવવા-ફુલાવવા એક દુહો ગાતા ‘કાડિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન, તને સરગ દેખાડું શ્યામળા.’ હવે ૨૧મી સદીમાં ભૌતિક-સ્વર્ગ તો તમારી નજર હોય તો જ જોવા મળે પણ દરેકે દરેક સૌરાષ્ટ્રવાસીનાં દિલમાં તો સરગ છે જ, (સ્વર્ગ). રાજકોટથી બે કલાકને રસ્તે ડુંગરા વચ્ચે પ્રાંસલા ગામ છે. ત્યાં ૧૮ ડિસેમ્બર ૨૦૦૮માં સૌરાષ્ટ્ર-ગુજરાત અને ભારતના …

વાંચન ચાલુ રાખો કાડિયાવાડમાં ભૂલો પડ ભગવાન, કૌતુક દેખાડું શ્યામળા

પિયરનાં ‘સંસ્કાર’, સાસરે થાય ‘સાકાર’!

લાડકોડથી ઉછેરેલી કન્યાઓ જયારે લગ્ન પછી સાસરે જાય ત્યારે દરેક મા-બાપ શિખામણ આપે કે ‘બેટા, ગમે તેવા સંજોગોમાં પણ તું તારા સંસ્કાર ભૂલતી નહીં’. આજનાં જમાનામાં કન્યાઓને સારા સંસ્કાર સાથે સારું ભણતર અને જ્ઞાન પણ આપવામાં આવે છે પરંતુ પહેલાં તો સાસરે જતાં જ તે ભણતર, આવડત વગેરે કયાંય મૂકાઈ જતા અને ઘરનાં કે સામાજિક …

વાંચન ચાલુ રાખો પિયરનાં ‘સંસ્કાર’, સાસરે થાય ‘સાકાર’!

સૂર્યને પૂજતી સન્નારી એટલે આપણી સૃંસ્કતિ

દેવાધિદેવ સૂર્યનારાયણ આદિદેવ કહેવાયા છે. આપણા શરીરને જરૂરી એવું પોષકતત્ત્વ વિટામિન ડી માત્ર સૂર્યપ્રકાશ દ્વારા જ કુદરતી રીતે મળે છે. પિશ્ચમના દેશોમાં વિટામિન ડીની ઊણપથી ઘણા રોગો થાય છે તો આપણે શિયાળામાં શા માટે સૂર્યસ્નાનનો લાભ ન લઈએ! આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમભાસ્કર દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે સૂર્યને અઘ્ર્ય આપતી ભારતીય નારી એટલે આપણી સંસ્કારભરેલી સંસ્કતિ! …

વાંચન ચાલુ રાખો સૂર્યને પૂજતી સન્નારી એટલે આપણી સૃંસ્કતિ