જીવાય એટલું મોજ થી જીવી લેવું

ક્યારેક ખળખળાટ હસી લેવું , મળે જો એકાંત તો રડી પણ લેવું , ખુબ ઓછુ આપ્યું છે ઈશ્વરે જીવન , જીવાય એટલું મોજ થી જીવી લેવું

ગમ્યું તે લખ્યું – એક તરતો માણસ ડૂબે છે

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ નવા છલકાવે છે સંજોગના પાલવમાં છે બધું દરિયાને ઠપકો ના આપો એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે ----:  સૈફ પાલનપુરી :----

પાંપણ ને તાંતણે બાંધો તો રોયાંને

એક સ્ત્રી ના પતિ મરા પછી લખેલી શાયરી માં વ્યથા દર્શાવી છે . અને આને જ શાયરી કહેવાય પાંપણ ને તાંતણે બાંધો તો રોયાંને તોય મૂવો મારો નો થયો આજ મરા પછી એના ચાર ઊચક નારને દિલ દઈ બેઠો શાયરી માં "રોયાંને " શબ્દ વપરાયો છે એ અમારા બાજુ ની મીઠી ગાળ છે.